(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 મે 2020, ગુરુવાર
પૂજા બેદી હાલ લોકડાઉન દરમિયાન પોતાના ફિયાન્સે માનેક ક્રોન્ટાકટર સાથે ગોવા જવાને કારણે ચર્ચામાં છે. ગોવામાં પગ મુકતા જ બન્નેને બે અઠવાડિયા માટે ક્વોરોનટાઇન કરવામાં આવ્યા છે. પરંતુ તેમને જે સ્તળે રાકવામાં આવ્યા છે, ત્યાંની સુવિધાઓથી પૂડા ખુશ નથી. તેણે અહીંની સુવિધાઓ પર પ્રશ્રો ઉઠાવીને એક વીડિયો શેર કર્યો છે.
પૂજા પોતાના મંગેતર સાથે ગોવા પહોંચી હતી. જ્યાં તેને નિયમોના અનુસાર બે અઠવાડિયા માટે ક્વોરોન્ટિન કરવામાં આવ્યા હતા. પૂજાએ ક્વોરોનટાઇન સેન્ટરનો વીડિયો બનાવીને ત્યાંની હાઇજીન અને અન્ય સુવિધાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
પૂજાએ ટ્વીટ કર્યું હતુ કે, અમે ગોવા જવા માટે દરેક સૂચના અને નિયમોનું પાલન કર્યું હતું ઓનલાઇન ગોવા સરકાર, ડીસીપી મુંબઇને નિવેદન કર્યું હતું. અમે દરેક ચેકપોસ્ટ પર થોભ્યા બતા. ગોવા હોસ્પિટલમાં કોવિડ ૧૯નો ટેસ્ટ પણ કરાવ્યો હતો તેમજ ગોવામાં ક્વોરોનટાઇન સેન્ટરમાં રાત પણ ગુજારી હતી. મહેરબાની કરીને તમે પણ અહીંનો વીડિયો જુઓ, અહીંની સુવિધાઓને લઇને તો હું વધુ મુશ્કેલીમાં આવી ગઇ છું.
વીડિયોમાં તેણે કહું છે કે, તેને આરામ નહીં પરંતુ બેસિક હાઇઝિન જોઇએ છીએ. લોકોની સતત અવરજવર થઇ રહી છે તેમજ બિલકુલ સફાઇ નથી, અહીં રહેવું તો વધુ જોખમી છે. અહીં સેનિટાઇઝેશન તેમજ ગંદકી હોવાથી અન્ય વાયરસ ઉદભવે તેની શક્યતા છે. જે લોકો ગોવા આવીને આવા ક્વોરોનટાઇન સેન્ટરમાં રહે તો તેમને ચોક્કસ કોરોના થઇ જશે.
હું સુરક્ષાને કાજે આવું ટ્વીટ કરી રહી છું. લોકો ફોકસ કરી રહ્યા છે કે, સેલિબ્રિટી ગોવા પહંચી છે. અમને ૩૦ મે સુધી હોમ ક્વોરોનટીન રહેવાની સલાહ આપવામાં આવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36kgNpn
ConversionConversion EmoticonEmoticon