મોબાઇલ પર કોરોના વાયરસ ચોંટયો હશે તો એક જ મીનિટમાં સેન્સર જણાવશે


ન્યૂયોર્ક,21, મે,2020, ગુરુવાર

માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે થાય છે પરંતુ એવી કેટલીક બાબતો છે જેના પર કોરોના વાયરસ ફેલાવાની શકયતા પર ધ્યાન જતું નથી.  કપડા, ઘરની દિવાલો, ફર્શ તથા હેન્ડલ,નળ જેવી ચીજો પર કોરોના વાયરસ ચોંટી શકે છે. કરન્સી પર ચોંટે તો એ પણ સેનિટાઇઝ કરી શકાય છે કે અમૂક હદ સુધી તેને પાણીથી સાફ કરી શકાય છે પરંતુ રોજના વપરાશની ચીજ જે હંમેશા સાથે જ હોય છે એ મોબાઇલ પર કોરોના વાયરસ ના આવે તે જોવું જરુરી છે કારણ  કે એને પાણી વડે ધોઇ શકાતો નથી માત્ર કપડા વડે સાફ કરી શકાય છે. 


માણસ ઘરમાં હોય કે બહાર સરેરાશ 10 મીનિટે એક વાર મોબાઇલનો સંપર્ક થાય છે આથી મોબાઇલનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી જરુરી છે. મોબાઇલ પર છીંકવાથી કે ખાંસવાથી જ કોરોના વાયરસની ખબર પડી જાય તેવા સેન્સરના નિર્માણ માટે અમેરિકામાં સંશોધકોની ટીમ કામ કરી રહી છે. આ સેન્સરને ફોન સાથે એટેચ કરવાથી  માત્ર 60 સેકન્ડમાં જ કોરોના વાયરસ અંગે જાણી શકાશે, એવું માનવામાં આવે છે કે આવું ડિવાઇસ આવતા બે થી ત્રણ મહિનામાં શોધવામાં આવશે. કોરોના વાયરસને ટ્રેક કરવામાં આ સેન્સર કામ કરતું હશે તો મોબાઇલનો સલામતી ભર્યો ઉપયોગ કરી શકાશે. 


આ પ્રોજેકટ સાથે  યૂનિવર્સિટી ઓફ યોર્ટોનાએક નિષ્ણાત  એન્જીનિયર સંકળાયેલા છે.  આ પર્સનલ સેન્સર પહેલા ઝીકા વાયરસનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.  હવે તેમાં ફેરફાર કરીને કોવિડ-19 માટે તૈયાર કરવામાં આવી રહયું છે. આ સેન્સરનો પ્રોટો ટાઇપ 1 ઇંચ પહોળો છે. આ વાયરલેસ ટેકનોલોજી બ્લૂટૂથ દ્વારા કોઇ પણ ફોનને કમ્યૂનિકેટ કરે છે. કોઇ પણ વ્યકિત સેન્સરની નજીકથી શ્વાસ લે કે ખાંસે કે છીંક ખાય ત્યારે તે કોવિડ-19થી સંક્રમિત તો નથી ને તે જણાવશે. આના માટે ફોન વપરાશકર્તાએ ચાર્જીગ પોર્ટડમાં સેન્સર લગાવવા ઉપરાંત એપ પણ લોંચ કરવી પડશે.  કોરોના વાયરસ હોવા માટે સેન્સરનો કલર બદલાશે અને વિઝયૂઅલી કોવિડ-19ની હાજરી હોવાનો સંકેત પણ આપશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZiYxLA
Previous
Next Post »