નડિયાદ, તા.10 મે 2020, રવિવાર
કઠલાલ તાલુકાના અવિચલના મૂવાડા ગામ પાસેના રોડ પરથી ૨૨ વર્ષિય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.જો કે કઠલાલ પોલીસે મોડી સાંજ સુધી આ બનાવ અંગે કોઇ ફરિયાદ નોંધી ન હોવાનું જણાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અવિચલના મૂવાડા ગામે રહેતા પ્રતાપભાઇ વાઘજીભાઇ ઝાલાના દિકરો અર્જુનભાઇ ઝાલા રાત્રીના સમયે બજારમાં ગયો હતો.આખો દિવસ ખેતરમાં બાજરી કાપવાનુ કામ કર્યુ હતુ.રાત્રી ના સમયે ઘરે આવ્યો હતો.અને રાત્રે જમીને અર્જુનભાઇ પરિવારજનો કહી ગામમાં ગયો હતો.આ બાદ અર્જુનભાઇના પિતાએ જણાવ્યુ હતુ કે રાત્રીના સમયે ગયો બાદ ઘરે પરત ફર્યો ન હતો.અમે સવારે ખેતરમાં બાજરી કાપવા માટે જતા હતા.તે સમયે રોડ પરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.સવારના ૯ઃ૦૦ વાગ્યાનો બનાવ બન્યા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.અને મોડી સાંજ સુધી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પરિવારજનોને કોઇ વ્યક્તિ પર શંકા ન હોવાનુ મૃતક અર્જુનભાઇ પિતા પ્રતાપભાઇએ જણાવ્યુ હતુ.જો કે આ બનાવ અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.અર્જુનભાઇના લગ્ન એક વર્ષ પહેલા છુટા કર્યા હોવાનુ પિતાએ જણાવ્યુ હતુ.આ બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા સ્થળ પર દોડી આવ્યા હતા.અને તપાસ આરંભી હતી.જો કે મોડી સાંજ સુધી આ અંગે કોઇ ફરિયાદ નોંધાઇ ન હોવાનુ પોલીસ સુત્રો પાસેથી માહિતી મળી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AeomSp
ConversionConversion EmoticonEmoticon