નડિયાદ, તા.10 મે 2020, રવિવાર
ઠાસરા પાલિકાએશહેરના કેટલાંક વિસ્તારોમાં લારી ઉભી ન રખાવા બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે.આ પત્રમાં લારીવાળાઓના સ્વચ્છંદી વર્તન અને ગેરકાયદેસર અડીંગો જમાવી ગંદકી ફેલાવતા હોવાનું પણ જણાવ્યું છે.
ઠાસરા પાલિકાના ચીફઓફિસર ડી.ડી.શ્રીમાળીએ લખેલ પત્રમાં જણાવ્યુ છે કે કચેરીના ઠરાવ આધારે ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં ગંદકી કરવી નહી,રોડ ઉપર લારી રાખવી નહીં તેવુ સ્વચ્છતા અભિયાન ૨૦૨૦ હેઠળ નક્કી કરેલ છે.તે અંગેના પેમ્પલેટ પણ વહેંચવામાં આવેલ છે.વળી હાલમાં કોરોના કોવિડ-૧૯ અન્વયે સ્વચ્છતા અંગે તથા કલમ-૧૪૪ નુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેમ છતાં શહેરમાં લારીઓવાળા આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા નજરે પડે છે.
ઠાસરા નગરપાલિકા વિસ્તાર તથા તેમા આવેલ સરકારી દવાખાનાની બાજુમાં શોપિંગ સેન્ટર તથા ટાવર ચોકથી તળાવ ચોક સુધી કોઇ પણ પ્રકારની શાકભાજી કે ફ્રુટની લારી ઉભી ના રહે,તે માટે વારંવાર સમજૂતી કરી છે.તેમ છતાય કેટલાક લારી-ફેરીયાવાળા સ્વંછદી બની મનસ્વી રીતે ઉભા રહે છે. આવા વ્યક્તિઓે સામે કાયદાકીય પગલા લેવા વિનંતી કરી છે.આ બાબતે શાકભાજી ફ્રુટના લારીવાળા વિરુધ્ધ નામ જોગ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WmvwwB
ConversionConversion EmoticonEmoticon