હૉમ ક્વૉરેન્ટાઇન મહિલાના ઘરમાંથી જ દેશી દારૂ વેચાતો હોવાનું પકડાયું


નડિયાદ, તા.11 મે 2020, સોમવાર

મહેમદાવાદ તાલુકાના એક ગામમાં હોમક્વારન્ટાઇન કરેલ ઘરમાં દેશી દારૂનો વેપલો થતા ગ્રામજનોમાં રોષ ભૂભક્યો છે. ઉપરાંત કોરન્ટાઇન કરેલ આ ઘરની મહિલા ને ના પાડવા છતા બહાર ફરતી દેખાતા ગ્રામજનો રોષે ભરાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલાને હોમક્વારન્ટાઇન કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મહિલાને ગાંધીનગર જિલ્લામાંથી લાવવામાં આવી હતી. જેથી આ બનાવની જાણ આરોગ્ય તંત્રને થતા તંત્ર દ્વારા ઘરને હોમક્વારન્ટાઇન કરવામાં આવ્યુ હતુ.રીછોલ ગામે રહેતા  સરોજબેન પરમાર કોઇ કારણોસર દોઢ મહિના પહેલા જતા રહ્યા હતા.

આ બાદ તેમને પરત લાવવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા હોમક્વારન્ટાઇન કર્યા બાદ મહિલાના ઘરના પરિવારજનો ઘરમાં દેશી દારૂનુ વેચાણ કરતા હોવાની વાત ગામના સરપંચ અને તલાટી અનેડે. સરપંચને થઇ હતી.જેથી તેઓ સવારે સ્થળ પર જઇ તપાસ કરી હતી.

બનાવની જાણ થતા હોમક્વારન્ટાઇન કરેલ ઘરમાંથી દેશી દારૂનુ વેચાણ બંધ કરવા ગામના સરપંચ, તલાટી અને ડે.સરપંચે રજૂઆત કરી હતી. તેમ છતા મહિલાના પરિવારજનો વેચાણ ચાલુ રાખ્યુ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ બનાવ અંગે રીછોલ ગામના સરપંચ શિવીબેન અર્જુનભાઇ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવની જાણ થતા અમે સ્થળ પર પહોચ્યા હતા.અને હોમક્વારન્ટાઇન કરેલ ઘરમાં પ્રતિબંધિત વસ્તુનુ વેચાણ ન કરવા જણાવ્યુ હતુ.

આ બનાવ અંગે મહેમદાવાદ સ્ટેશનના સિ.પો.સ.ઇ એન.ડી.નકુમનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ આ બનાવ અંગે કોઇ માહિતી પોલીસ મથકે આવી નથી.તેમ છતા તપાસ કરી યોગ્ય કરીશુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bpUzDk
Previous
Next Post »