ફિટનેસ - મુકુંદ મહેતા
શરીરની ઈમ્યુનિટીને તમારા શરીરમાં બહારથી દાખલ થનારા અને શરીરને નુકશાન કરનારા નાના મોટા બધા જ પ્રકારના તત્ત્વોનો નાશ કરનારા એક જબરજસ્ત ચોકીદાર અથવા 'કેર ટેકર' કહી શકાય
શરીરની ઈમ્યુનિટીને તમારા શરીરમાં બહારથી દાખલ થનારા અને શરીરને નુકશાન કરનારા નાના મોટા બધા જ પ્રકારના તત્ત્વોનો નાશ કરનારા એક જબરજસ્ત ચોકીદાર અથવા 'કેર ટેકર' કહી શકાય. શરીરમાં જેવી કોઈ બહારની વસ્તુ તે બેક્ટેરિયા હોય, ફન્ગસ, વાઇરસ હોય, પેરેસાઇટ હોય કે ટોકસીન હોય (ફ્રી રેડિકલ) દાખલ થાય કે તરત તમારા શરીરની ઈમ્યુન સિસ્ટીમ તેનો નાશ કરે અને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. આની સાથે શરીરના અંગોમાંથી નાશ પામેલા કોષોના કચરાને પણ કાઢી નાખે છે. ઈમ્યુનિટીના મુખ્ય અંગો :
1. લોહીમાં રહેલા સફેદ કણ (વ્હાઈટ બ્લડ સેલ્સ અથવા લ્યુકોસઇટ્સ)
સફેદ કણો આખા શરીરમાં લોહીની નળીઓમાં અને લીમ્ફેટ્ક સીસ્ટીમની નળીઓમાં ફરે છે. આ સફેદ કણ કોઈ પણ પેથોજન્સ (બેકટેરિયા વાઇરસ) શરીરમાં દાખલ થાય તેવી ખબર પડે એટલે સંખ્યામાં વધવા માંડે છે. આ સફેદ કણનો જથ્થો (સ્ટોર) શરીરમાં જુદે જુદે ઠેકાણે હોય છે જેને ''લિમ્ફોઈડ ઓર્ગન્સ'' કહે છે જેમાં 1. થાયમસ જે બે ફેફસાની વચ્ચે ગળાના નીચેના ભાગમાં છે. 2. સ્પ્લીન (બરોળ) જે પેટની ડાબી બાજુ ઉપરના ભાગમાં છે અને લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. 3. બોન મેરો (હાડકાંના પોલાણમાં રહેલી મજ્જા) જેનું એક વધારાનું કામ લોહીના રક્તકણ બનાવવાનું છે 4. લિમ્ફનોડ્સ એટલે નાની લિમ્ફ ગ્રંથિઓ જે આખા શરીરના જુદા જુદા ભાગમાં છે અને લિમ્ફની નળીઓ સાથે જોડાએલી છે.
2. સફેદ કણ બે જાતના હોય છે. 1. ફેગોસાઈટ્સ 2. લિમ્ફોસાઇટ્સ
1. ફેગોસાઈટ્સ : આ કોષ શરીરમાં દાખલ થયેલા અને નુકશાન કરનારા તત્ત્વો (પેથોજન્સ)નો નાશ કરે છે. આ કોષ પણ ઘણી જાતના હોય છે જેમાં એ. ન્યૂટ્રોફીલ્સ જે બેક્ટેરિયાનો નાશ કરે છે. બી. મોનોસાઈટ્સ જે સૌથી મોટા હોય છે. 3. મેક્રોફેજિસ જે શરીરમાં દાખલ થનારા પેથોજન્સનું ધ્યાન રાખે છે અને અનેક અંગોના નાશ પામેલા કોષને શરીરની બહાર કાઢી નાખે છે. 4. માસ્ટ સેલ્સ જે શરીરનું પેથોજન્સથી રક્ષણ કરવા ઉપરાંત શરીરમાં થયેલી ઈજાને રૂઝાવાનું કામ પણ કરે છે.
2. લિમ્ફોસાઇટ્સ :
લિમ્ફોસાઇટ્સ બોનમેરોમાં ઉત્પન્ન થાય છે. બોનમેરોમાં જ રહેનારા 'બી લિમ્ફોસાઈટ્સ' અથવા 'બી સેલ્સ' તરીકે ઓળખાય છે. જ્યારે તેમાંના થોડા ''થાયમસ''માં જાય છે તેને ''ટી લીમ્ફોસાઈટ્સ'' અથવા ''ટી સેલ્સ'' કહે છે. બંને પ્રકારના કાર્ય જુદા જુદા છે. 1. બી લીમ્ફોસાઇટ્સ (બી સેલ્સ) એન્ટીબોડિઝ બનાવે છે જે શરીરને સૂચના આપે છે કે શરીરને નુકશાન કરનારા તત્ત્વો (પેથોજન્સ) શરીરમાં દાખલ થયા છે જ્યારે ટી લીમ્ફોસાઈટ્સ શરીરને નુકશાન કરનારા તત્ત્વો (પેથોજન્સ અથવા એન્ટીજન્સ)નો નાશ કરે છે.
તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે વધારશો ?
ઈમ્યુન સિસ્ટીમમાં અનેક જાતના કોષ (સેલ્સ) છે જેને ''ઈમ્યુન સેલ્સ કહે છે અને દરેક પ્રકારના ઈમ્યુન કોષ (સેલ્સ)ને જુદા જુદા પ્રકારના 'પેથોજન્સ'નો નાશ કરવાનું કામ સોપેલું છે. કુદરતની માનવ શરીરને આજીવન જાળવવાની કમાલની વ્યવસ્થા અનુસાર શરીરમાં ઈમ્યુન સેલ્સ ઉત્પન થવાનું કામ સતત ચાલુ જ હોય છે કારણ આગળ જણાવેલા શરીરના સાત દરવાજા મારફતે પેથોજન્સ દાખલ થવાનું કામ સતત ચાલુ જ રહેતું હોય છે. એમ માનો ને કે માનવ શરીરમાં જન્મથી મૃત્યુ સુધી પાણીપતનું યુદ્ધ ચાલતું જ હોય છે એટલે કે શરીરના દરવાજા મારફતે પેથોજન્સ દાખલ થવાનું અને બીજી બાજુ તમારી ઈમ્યુન સિસ્ટીમ મારફતે તે બધાનો નાશ કરવાનું કામ ચાલુ જ હોય છે. આ માટે તમારા શરીરને મદદ કરવાની છે જેથી તમારા શરીરનું સંચાલન સારી રીતે ચાલે. જો તમારે આજીવન તંદુરસ્ત રહેવું હોય તો ઈમ્યુન સિસ્ટીમને પાવરફૂલ રાખવી પડે અને બીજી બાજુ શરીરને નુકશાન કરનારા પદાર્થો ઓછામાં ઓછા શરીરમાં જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.''
એ. શરીરની ઈમ્યુન સીસ્ટમને મદદ કરવા શરીરના દરવાજાનું રક્ષણ કરો.
1. આખા દિવસમાં જ્યારે બાથરૂમમાં જાઓ ત્યારે આંખો પર પાંચથી સાત વખત પાણી છાટો. 2. સ્નાન કર્યા પછી નાક અને કાનમાં 'વ્હાઈટ વેસેલાઇન' લગાડો, 3. બહાર જાઓ ત્યારે કાનમાં રૂ ના પૂમડા લગાડો, 4. નાસ્તો કર્યા પછી અને જમ્યા પછી ભુલ્યા વગર કોગળા કરો એટલે મો અને ગળામાં ખોરાક સાથે ગયેલા પદાર્થો ચોટી ના રહે. એક બીજી વાત યાદ રાખો તમારી આજુબાજુની હવાનું પ્રદૂષણ તમારા મો, નાક, આંખો અને કાન મારફતે તમારા શરીરમાં જાય છે તેને રોકવા હમેશાં બહાર જાઓ ત્યારે મોં નાક અને આંખો અને કાન ઉપર 'મેડિકલ માસ્ક' રાખો, 4. જ્યારે જ્યારે બાથરૂમ જાઓ અને ટોઈલેટ જાઓ ત્યારે અને સ્નાન કરો ત્યારે, 5. મૂત્રદ્વાર અને 6. મળદ્વારને સાબુથી બરોબાર સાફ કરો. માસિક ધર્મ વખતે સ્ત્રીઓ ગુપ્તાંગો ધ્યાન રાખી બરોબર સાફ રાખે, 7. હવે રહી ચામડી જ્યારે જ્યારે બહારથી આવો ત્યારે સાબુથી હાથ બરાબર ધોઈ નાખો. તમારા આખા શરીરની ચામડી ચોખ્ખી રાખવા દિવસમાં બે વખત સવારે અને રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાનો નિયમ રાખો.
શરીરના દરવાજાનું ધ્યાન રાખ્યા પછી શરીરની ઈમ્યુનિટી વધારવા નીચેની સૂચનાઓ પાળો : 1. ઓક્સીજન જે શ્રેષ્ઠ એન્ટિઓક્સીડંટ ગણાય છે તે શરીરમાં વધારે જાય માટે નિયમિત 30 થી 40 મિનિટ તમને ગમતી કસરત કરો. 2. વિટામિન એ (રેટીનોઈડ્સ) બીજો પાવરફૂલ એન્ટિઓક્સીડંટ ગણાય છે તે પૂરતા પ્રમાણમાં તમને મળે માટે ખોરાકમાં વારે વારે લઈ શકાય તેવા બધાં જ પીળા પદાર્થો ગાજર, પપૈયું, શક્કરીયા, ટેટી, નારંગી, લાલકોબી, કોલીફલાવર, પિચ, બિફ, ઈંડા લીલા પાંદડાવાળી ભાજી, અને પીળી હળદરમાંથી મળે તે લેશો.
3. વિટામિન સી (એસ્કોરબીક એસિડ) : ત્રીજો પાવરફૂલ એન્ટિઓક્સીડન્ટ ગણાય છે. તે પૂરતા પ્રમાણમાં તમને મળે માટે ખોરાકમાં જામફળ, મરી, કિવી, નારંગી, આમળા, સ્ટ્રોબેરી, ટેટી, પપૈયુ, શક્કરીયા, પાઈનેપલ, લીંબુ, કોલીફલાવરને ખોરાકમાં સ્થાન આપો.
4. વિટામિન ઈ (ટોકોફેરોલ) તે ચોથો પાવરફૂલ એન્ટિઓક્સીડન્ટ ગણાય છે જે લીલા પાદડા વાળી ભાજી, બદામ, સૂર્યમુખીના બી, ઓલિવ, જાંબુ અને બધા પ્રકારના સુકોમેવામાંથી મળે છે. 5. સેલેનિયમ (મિનરલ) પણ પાંચમો પાવરફૂલ એન્ટિઓક્સીડન્ટ ગણાય છે જે તમને પૂરતા પ્રમાણમાં મળે માટે ખોરાકમાં મશરૂમ, બાર્લી, આખું અનાજ, અખરોટ, ઈંડા લેવા જોઈએ. 6. આ સિવાય તમારા શરીરમાં ફલેવેનોઈડ્સ, કેરેટેનોઈડ્સ પણ લેવા જોઈએ. આ માટે કેળાં બ્લુબેરી, જાંબુ, બોર, દ્રાક્ષ, પપૈયું, નારંગી, પાઈનેપલ, કિવિ ફ્રૂટ, કેળાં અને અળસી, સૂર્યમુખીના બી અને સૂકો મેવો લો શાકભાજીમાં બ્રોકોલી, મુળાની ભાજી, ટામેટાં, પાલખ અને શક્કરીયા લીંબુ અને આદુ લીલી ચા તેમજ લસણનો ઉપયોગ કરો.
નીચે જણાવેલી વાતોનું પણ પાલન કરો.
1. પૂરતો આરામ મળે માટે 6 થી 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. આ માટે રાત્રે સુવાનો અને સવારે ઉઠવાનો સમય ચોક્કસ રાખો. 2. સિગારેટ પીવાને કારણે થયેલો ધુમાડો તમારા શ્વાસમાં જશે એ જ રીતે દારૂ પીવાની અને કેફી પદાર્થોનો ઉપયોગ કરવાની ટેવ પણ ઈમ્યુનિટી ઓછી કરશે આ બંને વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ કરો. 3. તમને પ્રોબાયોટીક મળે માટે રોજ એક વાટકી જેટલું દહીં ખાઓ અથવા, બજારમાં મળતી પ્રોબાયોટિક સપ્લીમેંટ્સ (ગોળીઓ) રોજ લેવાથી ઈમ્યુનિટી વધશે. 4. તમારા ડૉક્ટરની સલાહ લઈને જ કોઈપણ જાતની દવાઓ કે નુસખાનો પ્રયોગ ઉપયોગ કરવાથી ઈમ્યુનિટી વધશે. 5. માનસિક તનાવ (સ્ટ્રેસ) જેટલાં પ્રમાણમાં વધારે હશે તેટલા પ્રમાણમાં ઈમ્યુનિટી ઓછી થશે.
ઉમ્મરલાયક વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે.
સમાજમાં એવા કેટલાય દાખલા તમને જાણવા મળશે કે મોટી ઉમ્મર સુધી તેઓની તબિયત સરસ હોય છે. જ્યારે 60 થી 70 ટકા લોકો જેમ ઉમ્મર થાય તેમ ધીરે ધીરે કોઈને કોઈ કારણસર બીમાર પડતા જાય છે. વૈજ્ઞાનિકો આ બાબતમાં જણાવે છે કે શરીરનું રક્ષણ કરનારા ''ટી સેલ્સ'' ઓછા થઈ ગયા હોય છે. ઉપરાંત ઉમ્મર થાય તેમ ''બોનમેરો''માંથી ઈમ્યુન સેલ્સ ઉત્પન્ન થવાની ક્રિયા પણ ઓછી થઈ ગઈ હોય છે. ઉમ્મરલાયક વ્યક્તિઓમાં જેમ જેમ ઉમ્મર વધે તેમ ખોરાકમાં જરૂરી પોષક પદાર્થો લેવાની ખામી હોય એટલે યોગ્ય પ્રમાણમાં તેમને ઈમ્યુનિટી વધારનારા વિટામિન અને ટ્રેસ મિનરલ્સ મળતા ના હોય 30થી 50 વર્ષની વ્યક્તિઓમાં પણ ઈમ્યુન રિસ્પોન્સ ઓછો હોવાનું કારણ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ''માઈક્રોન્યુટ્રિઅન્ટ ડેફિશિયન્સી'' છે એમ જણાવે છે.
કોરોના વાઈરસનો સામનો કરવા દર્દીએ શું કરવું તે માટે જગતભરના વૈજ્ઞાનિકોએ થોડા સૂચનો કર્યા છે તે ધ્યાનમાં રાખો.
1. તમે તંદુરસ્ત છો પણ તમને કોરોના વાઈરસવાળા દર્દીનો ચેપ લાગ્યો છે. આ વાઈરસ તમારા શરીરમાં દાખલ થશે કે તરત તમારા શરીરનું ટેમ્પરેચર વધશે અને ગળામાં દુખાવો થશે અને થાક લાગશે. આ વખતે તમારા શરીરને મદદ કરવા તમને પરસેવો ના થાય ત્યાં સુધી દર પંદર મિનિટે સહન થઈ શકે તેવું ગરમ પાણી પીવાનું ચાલુ રાખો.
2. તમારું હિમોગ્લોબિન 100 ટકા રાખો. (સ્ત્રીઓ માટે 13 થી 15 ગ્રામ અને પુરૂષો માટે 14 થી 16 ગ્રામ એટલે 100 ટકા કહેવાય) તમારું ઓછું હોય તો રોજના ખોરાક સાથે લોહતત્વ (આયર્ન) મળે માટે કાળી દ્રાક્ષ, કાળી ખજૂર, પાલખ અને સફરજન લો અને પ્રોટીન માટે 500 મિલી./લિ. દૂધ લો. 3. તમારા ખોરાકમાં ''ઝીંક'' મળે માટે કાજુ, બદામ, વટાણા લો. તે ઉપરાંત રોજ તરબૂચ અથવા પપૈયાના બી 50 ગ્રામ જેટલા લો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X1c7Ao
ConversionConversion EmoticonEmoticon