રસવલ્લરી - સુધા ભટ્ટ
ધરમૂળથી આવેલા ફેરફારોને જોઈ યુગોથી પ્રકૃતિમાતાને પીડવા બદલ આપણે પસ્તાશું. પર્વતીય પ્રદેશો જેવા સૂર્યોદય-સૂર્યાસ્ત ચોખ્ખી હવા અને પક્ષીના કલરવ શહેરોમાં મળે, હિમાલય દૂર-સદૂરથી દેખાય, નદીનીર નિર્મળ થઇ જાય. ટૂંકમાં, સર્વે પ્રકારનાં પ્રદૂષણોને નાથી શકાય તો ગંગા નાહ્યાં
ભ લભલા યુધ્ધોને ભૂલાવી દે એવા કપરા કાળમાં શ્વસતું સમસ્ત વિશ્વ જ્યારે 'કોવિડ 19'- કોરોનાની ઝપેટમાં આવી ગયું છે ત્યારે હવે તો આપણને ભર ઊંઘમાં કોઈ ચીટિયો ભરીને ઉઠાડી દે એ વખતે પણ 'ઓય મા...' ચીસ નાખવાને બદલે આપણે 'હાથ બબરાબર ધોવા... હાથ ચહેરા પર ન ફેરવવા... સામાજિક દૂરી રાખવી... ઘરમાં જ રહેવું...'નું રટણ શરૂ કરી દઇએ તો નવાઇ નહિ. હા, આપણું જીવન હાલ પૂરતું તો બદલાઈ જ ગયું છે. ખેતી, સમાજ, શિક્ષણ, રાજનીતિ, આર્થિક વ્યવસ્થા, સ્વાસ્થ્ય દરેક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઇ છે તે એક કટુ સત્ય છે; તો, કુદરતમાં થતા ફેરફારોને નોંધવાની આપણે તમા રાખીએ તો આકાશ, ધરતી, જળ-સ્થળ, પશુ-પંખીનાં વરતન-અરે ! માનવનાં વર્તન અને દ્રષ્ટિકોણ સુધ્ધાં 'બદલે બદલે મેરે સરકાર નઝર આતે હૈં' ગાવાનું મન થાય એટલી હદે બદલાઈ ગયાં લાગે છે. આપણી આખેઆખી જીવન શૈલી મુસીબતોના પહાડ તૂટી પડયા છતાં સ્થિતિસ્થાપક થયેલી અનુભવાય છે. લૉકઅપ સમ કેદ પણ કેટલી ફળદ્રુપ હશે તેનો ખ્યાલ તો વિષાણુના નિર્ગમન પછી 'ઓ...હો...હો...'નો ભાવ સમજાશે ત્યારે આવશે. આંખો સાથે મન-હૃદય પણ જાગૃત થઈ. લાધેલા પ્રકાશને આવકારશે. ધરમૂળથી આવેલા ફેરફારોને જોઈ યુગોથી પ્રકૃતિમાતાને પીડવા બદલ આપણે પસ્તાશું. પર્વતીય પ્રદેશો જેવા સૂર્યોદય-સૂર્યાસ્ત ચોખ્ખી હવા અને પક્ષીના કલરવ શહેરોમાં મળે, હિમાલય દૂર-સદૂરથી દેખાય, નદીનીર નિર્મળ થઇ જાય. ટૂંકમાં, સર્વે પ્રકારનાં પ્રદૂષણોને નાથી શકાય તો
ગંગા નાહ્યાં.
આફતને અવસરમાં ફેરવવાનું ભગીરથ કાર્ય
આ પણને સૌને ખબર છે કે હાલની હાલતમાં ધીરજ જ એકમાત્ર ઉપાય છે. ક્યાં તો સમય મળે નહિ. ક્યાં તો સમય પસાર થાય નહિ એવી અવઢવભરી પરિસ્થિતિમાં માનસિક સમતુલા જાળવી જીવી જવું એ એક પડકાર છે. અનેક કલાકારો પોતાની કલા અને આવડત થકી આપણા ચહેરા પર મુસ્કાન લાવે છે. હકારાત્મક અભિગમયુક્ત સર્જનો દ્વારા સર્જકો અને કલાકારો આબાલવૃધ્ધ સૌને એકસૂત્રે સાંકળી સુંદર સમાજની કલ્પનાને સાર્થક કરવાની અભિલાષા રાખે છે એવે વખતે અમદાવાદનાં યુવા કલાકાર આરતી પટેલે લૉકડાઉનના દરેક દિવસે એક ચિત્ર આરંભી પરિપૂર્ણ કરી સંતોષનો દીર્ઘ શ્વાસ લેવાનું 'નીમ' લીધું છે. તબીબ પરિવારના સુપુત્ર ડૉ. કેતુ પટેલના પ્રોત્સાહનરૂપ 'બક અપ'નો બહુમોટો અને અગત્યનો રોલ સહધર્મચારિણી આરતીના કલાકર્મના 'બેકઅપ'માં છે. તો કાપડ કળા સાથે સંકળાયેલા પિતાશ્રીના મનના અતળ ઊંડાણમાં રહેલા કલાપ્રેમ સાથે પુત્રી આરતીની જન્મજાત ચિત્રકળાનાં તંતુ ક્યાંક જોડાયેલાં જ હશે. તેથી જ તો ચિત્રકામની શાળેય પરીક્ષાઓ પસાર કર્યા સિવાય ચિત્રની કોઈ જ પધ્ધતિસરની તાલીમ ન લીધી હોવા છતાં આ કલાકારની આંગળીઓ મન હૃદય-દ્રષ્ટિની લાગણીઓને સમજીને સહજ પણે કાગળ પર ઋજુતાથી ફરતી રહે છે. આને જ કહેવાય પેશન-એટલે કે વળગણ વિવિધ મિડીયા સાથે કામ કરવા ઉપરાંત અનેક શિબિરોમાં ભાગ લેતાં લેતાં આરતીબહેનને જળરંગો સાથે પ્રેમ થઇ ગયો. હેરિટેજ અને લેન્ડ સ્કેપમાં તેમનો હાથ વધુ બેઠો જ્યારે તેમણે અમદાવાદના પ્રાચીન સ્થાપત્યોનાં સ્કેચ, ડ્રોઇંગ અને રંગપૂરણી જે તે સ્થળે જઇને કર્યાં. તસવીરોને કેમેરામાં અને હૈયામાં સાચવીને લાવતાં. જે વર્તમાનમાં બાવીસ માર્ચથી તે આજ લગી ચિત્ર સર્જનમાં મૂળ આધાર સાબિત થઇ રહી છે. સ્વપ્નપૂર્તિની પળ !
ગુરુ પાસે ખીલે-ખુલે શિષ્યની જ્ઞાનપિપાસા
સ્વ યમ્ સ્ફૂરણાથી શરૂ થયેલી ચિત્રયાત્રામાં અનેક પડાવોએ આરતીએ પોરો ખાધો. ગુરુશરણે ગયાં, વીજળીના ચમકારે મોતી પરોવી લીધાં. આરંભે શ્રી સુખલાલભાઈ પાસે સ્કેચ શીખતાં શીખતાં કુદરતી દ્રશ્યો માટેનો નજરિયો કેળવાયો. અચેતન મનમાં જળરંગની પારદર્શકતા આ કલાકારને પોતાની પાસે ખેંચી જતી અને તેથી જ એ પારદર્શકતાના સરનામા સમા, આકાશ અને દરિયાને ખોબામાં ઝીલીને ફ્રેઇમમાં મઢી મૂકનારા, રંગના સ્વામી એવા સક્ષમ વરિષ્ઠકલા ગુરુ શ્રી નટુભાઈ પરીખ પાસે આરતી દોડી ગયાં અને એમની નિશ્રામાં સઘન તાલીમ પામી ધન્ય થયાં પરંતુ ગુરુએ યોગ્ય સમયે તેમને મુક્ત આકાશમાં ઉડવાનો મર્મ સમજાવી દીધો. એ બ્રહ્મજ્ઞાન લાધ્યું અને શરૂ થઇ એકખરી યાત્રા. જેની વર્ષોથી રાહ જોવાતી હતી. ચિત્રકામનાં સાધનો, કેમેરા અને ડાયરી આરતીને સહાય હસ્તગત રહે છે. અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં અન્ય સ્થળો, વારાણસી અને અમૃતસર એમનાં પ્રિય સ્થળો રહ્યાં. અનેક સફળ સોલો અને ગુ્રપ શો કરનાર આરતી કો સેવો -યુરોપ ખાતે 'આંતરરાષ્ટ્રીય વૉટર કલર સોસાયટી'ની યાદીમાં પસંદ થયાં. મલેશિયામાં અને ગુજરાત લલિતકલા અકાદમીમાં 'ઑલ ઇન્ડિયાઆર્ટ એન્ડ ક્રાફ્ટ' અન્વયે પણ તેમની નોંધ લેવાઈ. સહાય અને સતત નિસર્ગ સાથે નિસ્બત ધરાવતા આ કલાકાર મનોવિહાર મુજબ ઋજુ કલ્પના કરતાં કરતાં રાત્રિદ્રશ્યો, સિટી સ્કેપ અને પોટ્રેટને પણ ચાહે છે. આરતીને ડાળીઓ, પાંદડાં, વૃક્ષો મકાનો વચ્ચેથી નિરખવું ગમે છે. રંગ, વળાંક, આકાર અને દળ ત્રિપરિમાણીય લાગે. અવકાશને વીંધીને આવતો એ ચિત્રકસબ અનેરો છે. મર્યાદિત રંગોમાં અમર્યાદિત અસર છોડતાં આરતી સઘન વૉશથી ધાર્યું પરિણામ મેળવે છે. મુક્ત હસ્ત, સરળ, લસરકા છતાં ઝીણી વિગતો વડે ભાવકોને અવગત કરે છે. ઝૂંપડા, મકાનો, વૃક્ષો, જળ સ્થળ, માનવ આકૃતિ, લાઇટના થાંભલા સિખ્ખે બધાં જ પાત્રો બોલકાં હોય તેથી જ વ્હાલાં હોય !
દરરોજ પ્રિય કળાને હૈયાસરસી ચાંપવાની સુવર્ણતક
કુ દરતના કેનવાસ પર સર્જાતા પ્રકાશ-છાયાના ખેલને લીલા, ભૂરા, સફેદ અને સોનેરી રંગમાં કાગળ પર રોજેરોજ ઉતરતા જોવાનું સદ્ભાગ્ય ભાવકો અને કલાકારને પોતાને મળે તે તો પ્રભુની કૃપા જ કે બીજું કંઇ ? આજની, ગઇકાલની અને આવતીકાલની બધી જ ઘડીઓ રળિયામણી ! પ્રકૃતિના સાપેક્ષ યથાર્થ દર્શનના પરિણામે આરતીની કૃતિઓમાં ઊંચી મેડીઓ મ્હાલે છે. આકાશના વાદળી રંગોથી વૉશનો વાદળી રંગ ઘેરી આભા વડે નોખો પડે છે. પ્રાચીન ઊંચી ઇમારતો ઉપરના છાપરા, છત્રી, મદલ, સ્તંભ, કઠેડાનું રંગ સૌંદર્ય નજીક ઊભેલા વૃક્ષના ઘેરા/આછા રંગ જોડે ગોઠડી માંડે છે. ડેલી બંધ અગાશી પતંગોત્સવનું ઇજન આપે છે. પૂર્ણ પ્રકાશમય શેરી, વળાંકદાર વૃક્ષો વચાળે ઝૂંપડું શ્યામલ ઝાંય વડે ઢળતી સંધ્યાની ઝાલર વગાડે છે. આરતીને જળ રંગ તો ઠીક, જળેય બહુ ગમે તેથી તળાવ કે નદી કિનારે ઉઝરેલા વૃક્ષોનું સાદ્રશ્ય પ્રતિબિંબ સોનેરી પ્રકાશની ઝાંય સહિત શોભી ઊઠે છે ને વાયરો વાતાં ડાળીઓ લયબધ્ધ નૃત્ય કરતી ભાસે છે. શેરીમાં માનવાકૃતિઓ હોય કે પંખીડાં સૌ પોતપોતાની મસ્તીમાં મશગૂલ દેખાય ! વાદળી-સફેદ આભાસહ આકાશમાં ઉડતાં પંખીડાં પણ સંદેશો દઇ જાય. જૂના છાપરેદાર મકાનોની પછી તેથી ઝાડવાં ડોકિયાં કાઢે ને ડોલે તે આંખમાં રંગ ભરે. ક્યાંક વળી ધૂંધળું ચિત્ર આછા રંગોવાળું હોય પણ રંગોનો રાજા તો વાદળીજ હોય હોં ! જળમાં કમળપત્ર સાથે પાતળા લાંબા વૃક્ષનું પ્રતિબિંબ દોસ્તી કરે અને વાદળી સાથે લીલો રંગ ભળે. વારણસી ઘાટ, સુવર્ણમંદિર, ટેકરીઓ, ખડક... અધધ પાત્રોનો મેળો એટલે કલાકૃતિ રૂપી માનવંતા મહેમાનોની આરતી!
લસરકો :
કદીક અવકાશ ભરી દે તે કલાકાર
તો કદીક અવકાશ સર્જી દે તે કલાકાર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bzUVHn
ConversionConversion EmoticonEmoticon