નડિયાદ,તા.12 મે 2020, મંગળવાર
ખેડા જિલ્લાના વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.કપડવંજ તાલુકાના સુણદા મહાદેવીયા ગામના રહેતા પારૂલબેન ઝાલાઆજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.
ગત્ ૪થી મે ના રોજ પારૂલબેન સુરેશભાઇ ઝાલા તેમના પતિ સુરેશભાઇ સાથે અમદાવાદ થી કપડવંજ ચાલતા આવવા નીકળ્યા હતા. આ અંગેની જાણ ગામના સરપંચને થતા સ્થાનિક આરોગ્ય તંત્રએ તેઓને કોવારન્ટાઇન કર્યા હતા.અને તેમને સારવાર માટે નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં તા.૪-મે ના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેથી તેમને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ગત્ રોજ પારુલબેનનો સેમ્પલ ફરીથી લેવામાં આવ્યો હતો. જેનો આજે કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે પારૂલબેનને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૩૩ પર પહોંચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LpI3sY
ConversionConversion EmoticonEmoticon