ખેડા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારની સબ-રજિસ્ટ્રાર કચેરીઓ ખોલવા મંજૂરી


નડિયાદ,તા. 12 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લાની નગરપાલિકા વિસ્તારની સબ રજીસ્ટ્રાર કચેરીઓ નિયમોનુસાર ખોલવામાં આવશે. આ માટે જિલ્લાની નગરપાલિકા વિસ્તારની સબરજીસ્ટ્રાર કચેરી, નડિયાદ, ખેડા, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ઠાસરા શરતોને આધિન જિલ્લા કલેકટરે મંજૂરી આપી છે.

દસ્તાવેજ નોંઘણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ,મોર્ગેજ ડીડ અને રીલીઝ કીડની સેવાઓ શરૂ કરવાની મંજૂરી મેળવી લેવા જણાવ્યુ હતુ.જે અન્વયે જિલ્લા કલેકટર જણાવેલ તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં તા.૧૩-૫-૨૦૨૦ થી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ,મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરૂ કરવાની શરતોને આઘીન મંજૂરી આપેલ છે.

જેમાં દસ્તાવેજ નોંધણી માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે રીતે અંગુઠાના નિશાન,બાયોમેટ્રીક પધ્ધતિ અને વિડિયો રેકોર્ડીંગ નોંધણી પ્રથા ચાલુ રાખવાની રહેશે,રાજયના જે વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએથી કરફયુ જેવા પ્રતિબંધો જાહેર કરેલ હોય તેવા વિસ્તારોમાં સબરજીસ્ટ્રાર કચેરીઓ પ્રતિબંધ મૂજબ ચાલુ કે બંધ રાખવાની રહે છે.

આથી જે વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએથી કરફયુ જાહેર કરેલ હોય તેવા વિસ્તારોમાં સબરજીસ્ટ્રાર કચેરીઓ બંધ રાખવાની રહેશે, કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં જો સબ રજીસ્ટ્રાર કચેરી આવતી હશે તો ચાલુ કરવાની રહેશે નહી,  પક્ષકરોને નોંધણી માટે ઓનલાઇન એપોઇમેન્ટ ફરજીયાત લેવાની રહેશે,  ઓનલાઇન એપોઇમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઇ શકશે,  દરેક વ્યક્તિના થમ્બ અને ફોટો કેપ્ચરીંગ લેતા પહેલા ડીવાઇસને તથા વ્યક્તિના થમ્બને સેનીટાઇઝ કરવાનુ રહેશે.

બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ છ ફુટનુ અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવાની રહેશે,સબરજીસ્ટ્રાર કચેરીઓને સેનીટાઇઝ કરવા માટે જે તે જિલ્લા-તાલુકાના સ્થાનિક સંબંધિત વહીવટી તંત્રને જણાવી ફયુમીગેશન-સેનેટાઇઝેશન થર્મલ સ્ક્રેનીંગ કરાવવાનુ રહેશે.આ ઉપરાંત કોરોના વાયરસ અંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા તથા સ્થાનિક સત્તામંડળ દ્વારા વખતો વખત અપાયેલ અને અમલમાં હોય તેવી તમામ સૂચનાઓ અને જોગવાઇઓનુ પાલન કરવાનુ રહેશે.તેમ નોંધણી નિરીક્ષક ખેડા-નડિયાદની અખબારી યાદીમાં જણાવાયુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LpJNSM
Previous
Next Post »