નડિયાદ, તા.17 મે 2020, રવિવાર
ખેડા-ધોળકા રસ્તા પર આવેલ રસીકપુરા ગામ પાસેના સાબરમતી પુલના એપ્રોચ રસ્તાની સલામતી ધ્યાને રાખી તા.૩૧-૫-૨૦૨૦ સુધી ટ્રાફીક બંધ કરવામાં આવે છે.તા.૩૧-૫-૨૦૨૦ સુધી ફક્ત ખેડાથી ધોળકા તરફનો ટ્રાફીક બંધ રહેશે.
નવા પુલના પાયાના બાંધકામના કારણે એપ્રોચ રોડને તકલીફ થવાથી ખેડાથી-ધોળકા તરફનો ટ્રાફિક બંધ રહેશે
ખેડા-ધોળકા રસ્તા પર રસીકપુરા ગામ પાસે આવેલા સાબરમતી નદી પરના જૂના પુલની બાજુમાં નવા પુલનુ બાંધકામ ચાલુ છે.નવા પુલના પાયાના બાંધકામના કારણે જૂના પુલના એપ્રોચ રસ્તાને ડીસ્ટર્બ થાય તેવી શકયતા છે.સદર રસ્તા ઉપર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ ઉપર જો વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાનિ અને ટ્રાફીક જામ થવાના પ્રશ્નો ઉપસ્થિત થવાની શકયતા રહેલી છે.જેથી બાંધકામ પૂર્ણ થાય એટલે કે તા.૩૧-૫-૨૦૨૦ સુધી ટ્રાફીક બંધ કરવા કાર્યપાલક ઇજનેર દરખાસ્ત કરેલ છે.જે દરખાસ્ત જિલ્લા અધિક કલેકટરે મળેલ સત્તાની રૃએ તા.૩૧-૫-૨૦૨૦ સુધી ખેડા-ધોળકારસ્તા પર આવેલ રસીકપુરા ગામ પાસેના સાબરમતી પુલના એપ્રોચ રસ્તાની સલામતી ધ્યાને રાખી તા.૩૧-૫-૨૦૨૦ સુધી ટ્રાફીક બંધ કરવામાં આવે છે.
આ માર્ગ બંધ થતા વૈકલ્પિક માર્ગ તરીકે ધોળકા-રસીકપુરા-સહીજ-વૌઠા-માતર-ખેડા થઇ આવવાનુ રહેશે.ખેડા-નાયકા-નવાગામ-બારેજા-સરોડા-ધોળકા થઇ આવવાનુ રહેશે.અપવાદ રૃપે સરકારી વાહનો,ફાયર બ્રિગ્રેડ વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડેશે નહી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TeScNw
ConversionConversion EmoticonEmoticon