જિલ્લા તંત્રની સમયસૂચક્તાને કારણે નડિયાદ બસ સ્ટેન્ડમાં આવી પહોંચેલા છત્તીસગઢના શ્રમિકો પૈકી એક સગર્ભા સ્ત્રી અને નવજાત બાળકનો અદ્ભૂત બચાવ થયો હતો. મોડી રાત્રે તેને ઇંટવાળે પરત ફરવા માટે ટેમ્પામાં ચઢતી જોઇ ત્યારે જ અધિકારીઓએ તેને રોકી લીધી હતી. અને કલેક્ટરની સૂચનાથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યા તેને રાત્રે સવા ત્રણ વાગ્યાના સુમારે નોર્મલ ડિલીવરીથી૨.૭૦૦ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yikKhM
ConversionConversion EmoticonEmoticon