બાલાસિનોર, તા.18 મે 2020, સોમવાર
મહીસાગર જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી કોરોનાના બે કેસ નોંધાવા પામતા કોરોનાનો આંક ૫૦ સુધી પહોંચી ગયો છે. આજે વીરપુર તાલુકાના સરાડીયા ગામના ૨૫ વર્ષીય યુવકને તથા સંતરામપુર તાલુકાના સંતરામપુર ગામના ૬૫ વર્ષિય વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ મહીસાગર જિલ્લામાં કોરોનાનો કુલ કેસ આંક ૫૦ ઉપર પહોંચ્યો હતો.
વીરપુર તાલુકાના સરાડીયા ગામે આ યુવકના સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તથા સંતરામપુરના વૃધ્ધના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૫૦ પર પહોંચી છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ૫૦ પોઝિટિવ કેસમાંથી જેમાંથી ૩૯ દર્દીઓ કોરોના મુક્ત થઈ સ્વસ્થ થઈ જવા પામ્યા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૨૦૪ સેપલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૧૦૬૩ નેગેટિવ આવ્યા છે. હોમ ક્વૉરનટાઇન કરવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૬૧૮૦ છે. મહીસાગર જીલ્લામાં કોરોનાના કુલ ૫૦ પોઝિટિવ કેસ મળેલ છે. જેમાં કુલ ૮ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૪ કે.એસ.પી. કોવીડ હોસ્પિટલ બાલાસિનોર ખાતે તેમજ ગોત્રી મેડિકલ કોલેજ અને ૧ જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ હિંમતનગર ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૧ દર્દી ગોત્રી મેડિકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૭ દર્દીઓ સ્ટેબલ છે. તો બીજી તરફ મહીસાગર જિલ્લા માટે રાહતના સમાચાર છે કે કુલ ૩૯ દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AyA0HU
ConversionConversion EmoticonEmoticon