ડાકોર- સેવાલિયા વેપારી મહામંડળનો ઓડ-ઇવન મુજબ દુકાનો ખોલવાનો વિરોધ


નડિયાદ,તા. 21 મે 2020, ગુરુવાર

ખેડા જિલ્લાના ડાકોર અને સેવાલિયા વેપારી મહામંડળ દ્વારા ઓડ-ઇવન નંબર મૂજબ વ્યવસાયિક દુકાનો ખોલવા અંગે રજૂઆત કરવામાં આવી છે. છેલ્લાં બે મહિનાથી દુકાનો બંધ રહેવાને કારણે થયેલ આર્થિક મુશ્કેલી બાબતે પણ જણાવવામાં આવ્યું છે.

ડાકોર અને સેવાલિયા વેપારી મહામંડળ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે છેલ્લા ૫૬ દિવસથી લોકડાઉનની અમલવારીના કારણે નાના-મોટા ધંધા રોજગાર બંધ છે.જે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિમીત પ્રમાણમાં ચાલુ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે.જેમાં નગરમાં આવેલ વ્યવસાયિક મિલ્કતો એકી-બેકી પ્રમાણે તારીખવાર ખોલવાની મંજૂરી આપેલ છે.પરંતુ ડાકોર રણછોડરાજીનુ મંદિર છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી યાત્રિકોને લગતી દુકાનો બંધ જ રહે છે.વળી અન્ય વ્યવસાયોને પણ ઘણા સમયથી નુકશાન થઇ રહ્યુ છે .

એમાં એકાંતર દિવસે દુકાન ખોલવાથી વધુ નુકશાન થાય એમ છે.  એ જ રીતે ગળતેશ્વર તાલુકાનું વડુમથક  સેવાલિયા છે.જ્યાં નાગરિકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે.જેથી વહેપારીઓએ દુકાનો દરરોજ ખુલ્લી રાખવાની રજૂઆત કરી છે. ઉપરાંત  સવારે ૮ઃ૦૦ થી સાંજે ૪ઃ૦૦ કલાકને બદલે સવારે ૮ઃ૦૦ કલાકથી બપોરે ૧૨ઃ૦૦ કલાક સુધી દરરોજ  ખુલ્લી રાખવા મંજૂરી આપવા રજૂઆત કરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zo2QoV
Previous
Next Post »