નડિયાદ, તા.10 મે 2020, રવિવાર
હાલ વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે પોલીસ વિભાગ ખેડા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ચૂસ્તપણે અમલ કરાવી રહ્યા છે.ખેડા અને અમદાવાદ જિલ્લાને જોડતા રાસ્કા મુખ્ય ચેક પોસ્ટ પર પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય તે માટે આંતર જિલ્લા સરહદો સીલ કરવામાં આવી છે અને સઘન ચેકીંગ હાથ ઘરવામાં આવી રહ્યુ છે. આવા સમયે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ચેક પોસ્ટ પાસે પોલીસ વિભાગ, આર. ટી. ઓ, આરોગ્ય વિભાગ, હોમગાર્ડ, એક શિક્ષક, અને વિડિયો ગ્રાફર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ચેક પોસ્ટ પરથી પસાર થતા તમામ વાહન ચાલકોની સઘન તલાસી અને આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે.જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ આંતર જિલ્લા સરહદો પર થતી આવન-જાવન સદંતર બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લા સહિત અન્ય જિલ્લાવાસીઓને ખેડા જિલ્લામાં પ્રવેશવા માટે રાસ્કા ચેકપોસ્ટ થઇને આવવાનુ હોય છે.કોરોના મહામારીના પગલે આંતર જિલ્લા સરહદો બંધ કરી દેવામાં આવી છે.આવા સમયે પોલીસ કર્મચારી,આરોગ્ય કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને જિલ્લામાં પ્રવેશ આપવામાં આવે છે. ખેડા જિલ્લામાં પ્રવેશવાની મુખ્ય ચેકપોસ્ટ રાસ્કા હોવાના કારણે સઘન ચેકીંગ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યુ છે. આમ કોરોના વાયરસનુ સંક્રમણ જિલ્લામાં ફેલાતુ અટકાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સઘન ચેકીંગ કરી પોતાની ફરજો અદા કરી જિલ્લાવાસીઓને સલામત રાખી રહ્યા હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yAxRuX
ConversionConversion EmoticonEmoticon