આણંદ, તા.10 મે 2020, રવિવાર
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસના જૂજ કેસ નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. જ્યારે બીજી બાજુ એક જ દિવસમાં જિલ્લામાં ૧૭ કોરોનાગ્રસ્ત દર્દીને બિમારીને મહાત આપતા રજા આપી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર ૧૧ દર્દીઓની સારવાર હેઠળ રહ્યા છે.
આણંદ જિલ્લામાં કોરાનાના કેસોમાં રોકેડ ગતિએ વધારો થતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ખાસ કરીને નવાબી નગર ખંભાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટતાં સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લામાં કોરોનાના જૂજ કેસ નોંધાતા તંત્રને રાહત થઇ છે. જ્યારે આણંદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ તેમજ અમદાવાદની એસવીપીમાં કોરોનાની સારવાર લેતાં જિલ્લાના ૧૭ જેટલા દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી પેટલાદની મહિલા તેમજ આણંદની બંન્ને હોસ્પિટલમાં સારવાર લેતાં ઉમરેઠની બે મહિલા અને બે પુરુષો તેમજ ખંભાતના ૬ પુરુષો અને ૬ મહિલાઓએ કોરોનાને મહાત આપતાં તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે આણંદ જિલ્લામાં હાલમાં ૧૧ જેટલા કોરોનાથી સંક્રમીત દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YPBmYY
ConversionConversion EmoticonEmoticon