ગળતેશ્વરના રાજુપુરામાં 20 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતનું રહસ્ય હજુ અકબંધ


નડિયાદ, તા.10 મે 2020, રવિવાર

ગળતેશ્વર તાલુકાના રાજુપુરામાં ૨૦ થી વધુ મૃત રાષ્ટ્રીયપક્ષી મોર મળી આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ ખેતરોમાં કોઇ અગમ્ય કારણોસર મોર અને ઢેલમૃત હાલતમાં મળી આવે છે. 

તાલુકાના રાજુપુરાગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી મોર અને ઢેલોના મૃત્યુ થયા હોવાના સમાચાર વહેતા થયા છે.જેને કારણે ગ્રામજનો તેમજ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાનુ મોજૂ ફરી વળ્યુ છે. રોજે રોજ એક પછી એક મોર તેમજ ઢેલ અચાનક મૃત્યુ પામે તેનુ કારણ જાણવા સૌ આતુર બની બેઠા છે.કોરોના વાયરસના લીધે તો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.ત્યારે શું કોઇ નવા વાઇરસને કારણે મોર કે ઢેલના મૃત્યુ થાય છે? તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તો સાથોસાથ જો આવું જ હોય તો આ વાયરસને કારણે  બીજા પશુ પંખી કે ઢોર ઢાખર તેનો ભોગ ન બને તેવી ચિંતા ગ્રામજનોમાં વ્યાપી છે.

આ અંગે રાજુપુરા ગ્રામજનોએ જણાવ્યા અનુસાર છેલ્લા ૨૦ દિવસથી સીમ વિસ્તારમાં અને ઘરના આંગણામાં મોર અને ઢેલ મૃત હાલતમાં જોવા મળે છે. પહેલાના દિવસોમાં મોર અને ઢેલ બંને સીમ વિસ્તારમાં અથવા તો ઘર આંગણે આવી ને પાણી તેમજ ચણ ખાય ને ઉડી જતા હતા.પરંતુ છેલ્લા કેટલાંય દિવસોથી રોજ સવારે મોર અને ઢેલની પ્રજાતિમાં બેભાન અવસ્થામાં જોવા મળે છે  અને થોડા સમય પછી તે મૃત્યુ પામે છે. ગત રોજ વન વિભાગને આ ઘટનાની જાણ કરતા તેમની ટીમ રાજુપુરા ખાતે આવીને તપાસ હાથ ધરી હતી.મૃત મોરને ડાકોર ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે. તેનો રીપોર્ટ સોમવારે આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે તેમ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WLnNXQ
Previous
Next Post »