પ્રિયંકા ચોપરા જોનાસ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી ભારતીય મહિલા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 મે 2020, શનિવાર

પ્રિયંકા ચોપરા જોનાસ વિદેશમાં લગ્ન કરીને સ્થાયી થઇ છે, પરંતુ બોલીવૂડમાં પણ તેણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. કોરોનાના પ્રકોપ માટે પણ ભારતને તેણે ઘણી આર્થિક સહાય કરી છે. તે ઇન્રનેટ પર સૌથી વધુ સર્ચ થનારી ભારતીય મહિલા બની છે. 

હાલમાં જ એક લેટેસ્ટ સર્વેથી જાણવા મળ્યું છે કે,  ભારતીય સેલિબ્રિટિઓ ઇન્ટરનેટ પર સોથી વધુ  લોકપ્રિય છે પ્રિયંકા ચોપરા, જોનાસ, લિયોનીને પાછળ છોડીને ટોપ ઇન્ડિયન સેલેબ્રિટિ સર્વની યાદીમાં સામેલ થઇ ગઇ છે. જ્યારે સની લિયોની સેકન્ડ સર્ચ રનર અપ બની છે. ખાસ વાત તો એ છે કે, બન્ને ઇન્ડિયન સલિેબ્રિટિઓએ ભારતની જાણીતી અન્ય સેલિબ્રિટિઓને પાછળ ધકેલી દીધા છે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર પ્રિયંકા ચોપરાને અંદાજે ૩૯ લાખ વખથ સર્ચ કરવામાં આવી હતી. જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ  ૨૦૨૦ સુધી  સની લિયોની લગભગ ૩૧ લાખ વખત સર્ચ થઇ છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે ભારતીય સેલિબ્રિટિઓમાંના સલમાન ખાન અને વિરાટ કોહલી પણ પાછળ થઇ ગયા છે. સલમાન ખાનને લગભગ ૨૧ લાખ વખત અને વિરાટને ૨૦ લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે. પુરુષ સેલિબ્રિટિઓમાં સલમાન મોખરે અને વિરાટ બીજા નંબરે રહ્યો છે. જ્યારે હૃતિક રોશનને ૧૩ લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે. 

સની લિયોની પછી મહિલા કેટેગરીમાં કેટરિના કૈફ ટોપ પર છે. તેને લગભગ ૧૯ લાખ વખત સર્ચ કરવામાં આવી છે. 

 સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે લોકોને પુરુષ કરતા મહિલા સેલિબ્રિટિ વિશે વધુ જાણવાની ઉત્કંઠા છે. સલમાન ખાનની સરખામણીમાં પ્રિયંકાને લગભગ ૨૦ લાખ અધિક લોકોએ સર્ચ કરી છે. 

અન્ય ભારતીય અભિનેત્રીઓમાં દીપિકા પદુકોમ, આલિયા ભટ્ટ, દિશા પટાણી, સારા અલી ખાન, કરીના કપૂર ખાન અને રશ્મિતા મંદાના સામેલ છે. 

જ્યારે પુરુષોમાં રોહિત શર્મા, અલ્લૂ અર્જૂન, શાહરૂખ ખાન, ટાઇગર શ્રોફ, વિજય દેવરકોંડા, એમએસ ધોની અને મહેશ બાબુનો સમાવેશ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Llarw1
Previous
Next Post »