કોરોનાના જંગ સામે લડવા સોનાક્ષી સિંહા સ્વાસ્થ્ય કર્મચારીઓની મદદે આવી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 મે 2020, શનિવાર

કોરોના વાયરસના જંગમાં સોનાક્ષી સિંહા સ્વાસ્થ્ય કર્મીઓની પીપીઇ કિટસ માટે આગળ આવી છે. તેના અનુસાર સ્વાસ્થ્ય કર્મી આ મહામારીમાં લોકોની સુરક્ષા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેથી તેમની સુરક્ષાનું ધ્યાન તેમના માટે જરૂરી એવી પીપીઇ કિટ્સ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરવાની છે. 

આ માટે અભિનેત્રીએ પહેલ કરી છે અને તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકોને આગળ આવીને પીપીઇ કિટનું દાન કરવાની અપીલ કરી રહી છે. જે લોકો આ કામમાં સહભાગી થશે તેનો સોનાક્ષી ખાસ અંદાજમાં આભાર માનશે. 

સોનાક્ષીએ જણાવ્યું હતું કે, જે લોકો ૨૫ થી ૧૦૦ કિટ દાનમાં આપશે, તેમને સોનાક્ષી ફેસબુક પર અંગત સંદેશો મોકલીને આભાર માનશે. જે લોકો ૧૦૦થી ૨૦૦ કિટ ડોનેટ કરશે તેનો આભાર સોનાક્ષી એક વીડિયો સંદેશો દ્વારા માનશે.  ૨૦૦થી વધુ કિટની સહાય કરનારાઓને સોનાક્ષી વીડિયો કોલ કરીને આભાર માનશે. 

સોનાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા ડોકટર્સ, નર્સ અને સ્વાસ્થય વિભાગના કર્માચાઈઓ પોતાના જીવની પરવા ન કરતા દરદીઓની દેખભાળ અને આપણી સુરક્ષા કરીરહ્યા છે. તે લોકોને પીપીઇ કિટની અછત વર્તાઇ રહી છે. તેથી હું લોકોને આની સહાય કરવાની અપીલ કરી રહી છું. આ કિટસને સીધી જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. આજે આ ચીજની સૌથી વધુ જરૂર છે અને મને આશા છે કે આપણે બધા સાથે મળીનને આ જંગ સામે લડશું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WGS5uL
Previous
Next Post »