નડિયાદ,તા.9 મે 2020, શનિવાર
ખેડા જિલ્લા કલેકટરે નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ અને મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલના બોરીયા સીમ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાતા બે અલગ અલગ જાહેરનામા બહાર પાડયા છે.ચકલાસી ભાગોળ અને મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલના બોરીયા સીમ વિસ્તારના લોકોને હોમડિલીવરીથી વસ્તુ પહોચાડવામાં આવશે તેમ જણાવ્યુ છે.
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના વધુ-૨ પોઝીટીવ કેસ પૈકી ચકલાસી ભાગોળ વિસ્તારમાં-૧ તથા હરીદાસ ક્વાર્ટર વિસ્તારમાં-૧ કેસ મળી આવતા સદર વિસ્તારોને વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૃપે વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૃરીયાત જણાય છે. નડિયાદ શહેરમાં આવેલ ચકલાસી ભાગોળ,વિસ્તારના સી.જે.કંપની સામેના સ્લમ વિસ્તાર,સી.જે.કંપની લાઇન સ્લમ વિસ્તાર, ભોઇવાસ,ઠાકોર વાસ,દેસાઇ સંસ્કાર વાડીથી ખોડિયાર મંદિર સુધીનો રસ્તો ,ખોડિયાર મંદિરથી સલુણ બજાર સુધીના રસ્તા વિસ્તારને તથા નડિયાદ શહેરમાં આવેલ હરીદાસ ક્વાર્ટર વિસ્તારના હરીદાસ ક્વાર્ટર,દાસ બગીની ચાલી પૌઆ ફેકટરી, મોઢ ફળીયુ,પોસ્ટ ઓફીસ નજીકના ઘર,સ્વામી નારાયણ મંદિર નજીકનુ દવે ફળીયુ તથા કોમ્પલેક્ષ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.કોવિડ-૧૯ નો ૧ પોઝીટીવ કેસ મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલ ગામ ખાતે બોરીયા સીમ વિસ્તારમાં મળી આવેલ હોઇ આ બોરીયા સીમ સમગ્ર વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.
ઉપરોક્ત બંને વિસ્તારોમાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીગ કરવાનુ રહેશે.આ વિસ્તારોને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો ) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મૂજબ નિયંત્રણ કરવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dqPOuo
ConversionConversion EmoticonEmoticon