(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 મે 2020, ગુરુવાર
ઋચા ચઢ્ઢાએ કોરોના વાયરસ પ્રકોપના જંગની લડતમાં સહાય કરી હતી.અભિનેત્રીએ એક ગુરૂદ્વારામાં અનાજ દાન આપ્યું તેમજ અન્યોને પણ દાન આપવા માટે ્સમજાવ્યા હતા.
ઋચાએ જણાવ્યું હતું કે, તે ગુરૂદ્વારામાં ગઇ ત્યારે તેણે જોયું હતું કે ત્યાં આવનારા જરૂરિયાતમંદોને અનાજના પેકેટ આપવામાં આવે છે. તેથી ઋચા પણ આ સદકાર્યમાં જોડાઇ હતી.
ઋચાએ વધુમાં કહ્યું હતુ ંકે, ગરૂદ્વારા અંદાજે રોજ ૨૫૦ કિલો અનાજની વહેંચણી કરતું હતું. ઋચાએ પોતે પણ અનાજ દાન કર્યું હતું તેમજ અન્ય લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને પણ અનાજ પહોંચાડયું હતું. તેણે લોકોને અનાજનું દાન આપવાની વિનંતી પણ કરી હતી.
ગુરૂદ્વારામાં લોકોની ભોજનની વ્યવસ્થા પણ કરવામા આવી હોવાનુ અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cx4jNi
ConversionConversion EmoticonEmoticon