(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 મે 2020, ગુરુવાર
ભાગ્યશ્રીએ ઘોષણા કરી છે કે, તે રૂપેરી પડદે કમબેક કરીરહી છે. જોકે તેના ફિલ્મના નામની હજી કોઇ ઘોષણા થઇ નથી. તે અભિનેતા પ્રભાસ સાથે ામ કરતીજોવા મળશે.
એક ઇન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, હવેથી મેં સ્ક્રિપ્ટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમજ હુ ંરોલ પણ સ્વીકારી રહી છું. પ્રભાસ સાથેની એક ફિલ્મ જેના નામની હજી ઘોષણા થઇ નથી તેમાં હું કામ કરવાની છું. લોકડાઉન શરૂ થયાના પહેલા જ મેં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતુ કે, આ એક રસપ્રદ પાત્ર છે. અને મને ભજવવાનો આનંદ આવશે. મારો ્પુત્રઅભિમન્યુ અને પુત્રી અવન્તિકા મને કારકિર્દી ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઉપરાંત મને પણ અભિનયનો શોખ હોવાથી મેં હવે કામ કરવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે હું ફરી એકટિંગનો આનંદ લઇ શકીશ તેમજ મારા પરિવારની પણ દેખરેખ રાખી શકીશ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LqHpeK
ConversionConversion EmoticonEmoticon