આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના સંબંધમાં તિરાડ ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 મે 2020, ગુરુવાર

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ રિલેશનશિપમાં હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જોકે બન્નેએ આ સંબંધોની સ્પષ્ટતા કરી નથી. પરંતુ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. આ બન્નેનું સાથે જાહેરમાં દેખાવું, તેમજ સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીર પર કોમેન્ટ કરવા જેવી વગેરે વર્તણૂક તેમની વચ્ચેના વિશે, બોન્ડિંગને પુરવાર કરે છે. પરંતુ હાલમાં આથિયાએ પોતાની એક તસવીરમાંથી રાહુલને ક્રોપ કરી દીધો છે. 

આથિયાએ પોતાના વેરેશનની એક થ્રોબેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે નજરે ચડી રહી છે પરંતુ કેએલ રાહુલને ક્રોપ કરી નાથ્યો છે. ફોટોમાં ફક્ત રાહુલનો હાથ જ નજરે ચડી રહ્યો છે. આથિયાએ આ ફોટો શેર કરતા લખ્યુ છે કે-એક સ્વપન જેવું અનુભવી રહી છું. 

તસવીરમાંથી રાહુલને ક્રોપ કરવો અને પછી આવું કેપ્શન લખવાથી લોકોના મનમાં ઘણા પ્રશ્રો ઉદભવ્યા છે. સોશિયલ મીડિયા પર આ ચર્ચા થઇ રહી છે કે બન્નેના સંબંધમાં તિરાડ તો નથી પડી ગઇને ?શું આથિયા અને રાહુલ વચ્ચે કોઇ વાતે ચડભડ થઇ હશે કે મનદુઃખ થયું હશે. 

ગયા મહને રાહુલના જન્મદિવસે આથિયાએ એક ખૂબસૂરત તસવીર શેર કરી હતી. ફોટો સાથે તેણે લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે માઇ પર્સન ત્યારે બન્નેની મજબૂત બોન્ડિંગ જોવા મળી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drGias
Previous
Next Post »