લંડન, 8 મે,2020, શુક્રવાર
શરુઆતમાં કોરોના વાયરસનું સંક્રમણ દુનિયામાં ઝડપથી ફેલાઇ રહયું હતું ત્યારે હાઇડ્રોકસીકલોરોકવીન દવા ખૂબજ ચર્ચામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના સંક્મણથી થતી કોવિડ-19 બીમારીના ઇલાજ માટે ખૂબજ ઉપયોગી ગણાવી હતી એટલું જ નહી કાર્યવાહી કરવાનો ડારો બતાવીને ભારત પાસે આ દવા માંગી પણ માંગી હતી. જો કે આ દવા મળ્યા પછી ટ્રમ્પે ભારતના પીએમનો મોટો આભાર માન્યો હતો.
કોવિડ-19ની બીમારી સાથે જ સતત ચર્ચમાં રહેલી આ દવા વિશે ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ હાઇડ્રોકસીલોરોકવીન દવા કોવિડ-19ના દર્દીઓને સાજા કરવાના ટેસ્ટમાં નિષ્ફળ સાબીત થઇ હોવાનું જાણવા મળે છે. આ દવા મલેરિયાની સારવાર માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. પ્રાપ્ત માહિતી મુજબ કોરોના વાયરસ સામે ગેમ ચેન્જર ગણાતી દવા શ્વાસ લેવાની તકલીફમાં ખાસ કામ આવી નથી એટલું જ નહી તેનાથી મોત થવાનો ભય પણ ઓછો થયો નથી. આ પ્રયોગમાં કુલ 811 દર્દીઓને હાઇડ્રોકસીકલોરોકવીન આપવામાં આવી હતી જયારે 565 દર્દીઓને દવા આપ્યા વિના ઇલાજ કરવામાં આવ્યો હતો.
આ અંગેના સ્ટડી સાથે સંકળાયેલી ટીમના મુખ્ય તબીબ નીલ શ્લૂગરે ન્યૂઝ એજન્સી રોઇટરને જણાવ્યું કે અમે કોવિડ-19ના દર્દીઓની સારવારમાં આ દવાનો ફાયદો થયો હોવાનું જોયું નથી એટલું જ નહી મોતનો ખતરો પણ ઓછો કરી શકયા નથી. હાઇડ્રોકસીકલોરોકવીન આપવામાં આવ્યા પછી 32.9 ટકા દર્દીઓને વેન્ટીલેટરની જરુર પડી હતી અથવા તો મોત થયા હતા જયારે જેને દવા આપવામાં આવી નહી તેમનામાં આ ટકાવારી 14.9 ટકા હતી. જો કે આ દવાથી ફાયદો નહી પરંતુ કોઇ નુકસાન થયું હોય એવું પણ જોવા મળતું ન હતું.
શ્લૂગરની ટીમે જણાવ્યું કે આ દવાનો ઉપયોગ આર્થરાઇટિસના ઇલાજ માટે પણ કરવામાં આવે છે. હાઇડ્રોકસીકલોરોકવીનને ઘણા દર્દીઓને એન્ટી બાયોટિક એજિથ્રોમાઇસીન દવા સાથે આપવામાં આવી હતી તેમ છતાં ખાસ ફાયદો જણાયો ન હતો. ગત મહિને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ બેરેટસ અફેયર્સના તબીબોએ પણ આ દવાની બિન અસરકારકતા અંગે મંતવ્ય આપ્યું હતું. જો કે કોવિડ-19ની કોઇ દવા મળી નથી ત્યારે હાઇડ્રોકસીકલોરોકવીનની જેમ રેમ્ડેસિવિર દવાનો પણ ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bhwYEy
ConversionConversion EmoticonEmoticon