મનોરંજન ઉદ્યોગ જુનના અંત સુધીમાં ધમધમતો થઇ જાય તેવી આશા


- ટચૂકડા પડદાની સિરિયલોનું શૂટિંગ જુનના અંત સુધીમાં ચોક્કસ નિયમોનું પાલન કરીને કરવામાં આવે તેવી ઉમ્મીદ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 મે 2020, ગુરુવાર

હાલની પરિસ્થિતિમાં સુધારો થશે, તો ફિલ્મ અને ટચૂકડા પડદાના શૂટિંગોને જૂનના અંત સુધીમાં શરૂ કરવાની આશા છે. સોમવારે ફેડરેશન ઓફ વેસ્ટ્રન ઇન્ડિયા સિને એમપ્લોઇઝ અને સિને ઇન્ડિયન ટેલિવિઝન આર્ટિસ્ટસએસોસિયેશને વીડીયો કોન્ફરસ દ્વારા વાતચીત કરી હતી. 

એફડબલ્યુઆઇસીના વડા બીએ તિવારીએ જણાવ્યું હતું કે, અમે જુનના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવા માટે આશા રાખી રહ્યા છીએ. જોકે આ દરમિયાન સોશિયલ ડિસન્ટસિંગનું પાલન કરવામાં આવશે. અમે એક ચોક્કસ ગાઇડલાઇન હેટળ કામ શરૂ કરશું. જેમાં સોશિયલ ડિસન્ટસ જાળવાની સાથેસાથે માસ્ક પહેરવાના રહેશે. તેમજ ૧૨ કલાકાની શિફ્ટમાં ચાર વખત માસ્ક બદલવામાં આવશે. દરેક સેટ પર આ નિયમોનું કડકાઇથી પાલન થાય તે માટે દરેક સેટ પર ેક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવશે. અમે પુરુષ અને મહિલાઓ માટે અલગ-અલગ વોશરૂમની વ્યવસ્થા પણ કરવાના છીએ. 

તેણે વધુમાં જણાવ્યું હતુ ંકે, જે નિર્માતાઓએ પોતાના કર્મચારીઓને વેતન નથી આપ્યું તેઓ પણ  જલદી સેલરી કરી નાખે તેવા પગલા ભરવાના છીએ.શ્રમિકોની આર્થિક સ્થિતિ સુધરે તેવી યોજના પણ કરવામાં આવી રહી છે. દૈનિક વેતનધારીઓને પંદર દિવસમાં મહેનતાણું ચુકવી દેવું પડશે તેવી યોજના પણ કરી રહ્યા છીએ. તેમજ અન્યોને ૬૦-૯૦ દિવસમાં વેતન આપવું પડશે. સેટ પર કોઇ દુર્ઘટના ઘટે તો તેનો વીમો પણ રૂપિયા ૫૦ લાખનો હોવો જોઇએ તેવી પણ પ્લાનિંગ કરી રહ્યા છે. 

તેમણે એમ પણ કહ્યુ ંહતું કે, ૬૦ વરસથી વધુ વયના લોકો અને ગર્ભવતી મહલાઓને ત્રણ-ચાર મહિના સુધી શૂટિંગમાંથી બાકાત રાખવામાં આવશે,  અને આ દિવસોનું મહેનતાણું પૂરું આપવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WbwknO
Previous
Next Post »