આણંદ, તા.19 મે 2020, મંગળવાર
લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થયા બાદ તા.૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવતા લોકડાઉનના ચોથા તબક્કામાં ગુજરાતના વિવિધ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ અને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિભાજીત કરાયા છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકા તેમજ પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને પેટલાદ નગરપાલિકાના વિસ્તારમાં જાહેર કરાયેલ કન્ટેઈન્ટમેન્ટ એરીયામાં નવા કોઈ કોરોના પોઝીટીવ કેસ ન નોંધાતા ગઈકાલ રાત્રિના સુમારે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા પાલિકા તંત્રના કર્મચારીઓ રાત્રિના સુમારે જે-તે વિસ્તારમાં પહોંચી આડશો દુર કરી વિસ્તારને ખુલ્લો મુક્યો હતો.
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૃપે લોકોની વધુ અવર-જવરવાળા તથા જાહેર ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જિલ્લાના ઉમરેઠ તથા પેટલાદ ખાતેથી કોરોના વાયરસના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ઉમરેઠ નગરપાલિકા વિસ્તાર તથા પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને પેટલાદ નગરપાલિકા વિસ્તારના કેટલાક એરીયાને કન્ટેઈન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ આ વિસ્તારોમાંથી લાંબા સમયથી અન્ય કોઈ કોરોનાના પોઝીટીવ કેસ મળી ન આવતા જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ એરીયામાંથી મુક્તિ આપવાનો હુકમ કરાયો છે. જે અંતર્ગત ગઈકાલ રાત્રિના સુમારે ઉમરેઠ નગરપાલિકાની ટીમ નગરના વ્હોરવાડ, કસબા વિસ્તારમાં પહોંચી હતી અને આ વિસ્તારમાં મુકવામાં આવેલ આડશો દુર કરી કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારને મુક્તિ આપવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tn44wS
ConversionConversion EmoticonEmoticon