બાલાસિનોરમાં 1 જ દિવસમાં કોરોના પોઝિટિવના 3 કેસ નોંધાતા ફફડાટ


બાલાસિનોર, તા. 19 મે 2020, મંગળવાર

મહીસાગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી ત્રણ કેસ કોરોનાના નોંધાવા પામ્યા છે.  જિલ્લામાં કોરોનાનો આંક ૫૩ સુધી પહોંચી ગયો છે. આજે બાલાસિનોરમાં બે પુરુષ અને એક સ્ત્રીમાં (ઉ.વ.૨૫)ને કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો, આમ મહીસાગર જિલ્લામાં કોરોનાનો કુલ કેસ આંક ૫૩ ઉપર પહોંચ્યો હતો.

બાલાસિનોરના આ લોકોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ૫૩ પોઝિટિવ કેસમાંથી જેમાંથી ૩૯ દર્દીઓ કોરોના મુક્ત થઈ સ્વસ્થ થઇ જવા પામ્યા છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી ૧૬૪૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૧૭ નેગેટિવ આવ્યા છે. હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૪૬૯૬ છે. કુલ ૧૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૮ કે.એસ.પી. કોવીડ હોસ્પિટલ બાલાસિનોર ખાતે તેમજ ૩ ગોત્રી મેડિકલ કોલેજ અને ૧ કલર હોસ્પિટલ વડોદરા અને ૧ જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ હિંમતનગર ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૧ દર્દી ગોત્રી મેડિકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૨ દર્દીઓ સ્ટેબલ છે. તો બીજી તરફ મહીસાગર જિલ્લા માટે રાહતના સમાચાર છે કે કુલ ૩૯ દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

કુલ નોંધાયેલા કેસ - ૫૩

નવા નોંધાયેલા કેસ - ૦૩

કુલ મરણ - ૦૧

સાજા થયેલા દર્દી - ૩૯

કુલ એકટીવ કેસ - ૧૩

લુણાવાડા - ૭

ખાનપુર - ૬

વિરપુર - ૯

કડાણા - ૮

સંતરામપુર - ૧૨

બાલાસિનોર - ૧૧



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XiWHb4
Previous
Next Post »