મહિસાગર જિલ્લાના ડોલરિયા ગામના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો


બાલાસિનોર, તા.15 મે 2020, શુક્રવાર

મહીસાગર જિલ્લામાં ગઈ કાલે કોરોના એ વિરામ લીધા બાદ આજે ફરી એક કસ નોધાતા કોરોનાનો  કેસોનો અંક વધ્યો છે. આજે ખાનપુર તાલુકાનાં ડોલરીયા ગામે ૩૩ વર્ષના યુવાનના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.  મહીસાગર જિલ્લામાં કોરોનાનો કુલ કેસ આંક ૪૮ ઉપર પહોચ્યો હતો.

ખાનપુર તાલુકાનાં ડોલરીયા ગામે આવેલ સંક્રમિત યુવાનના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૪૮ પર પહોંચી છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ૪૮ પોઝિટિવ કેસમાંથી જેમાંથી ૩૬  દર્દીઓ કોરોના મુકત થઈ સ્વસ્થ થઇ જવા પામ્યા છે જયારે એક દર્દીનું મૃત્યુ થવા પામ્યુ છે.જિલ્લામાં અત્યાર સુધી ૧૧૫૮ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી ૧૦૨૨ નેગેટિવ આવ્યા છે. હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૬૬૧૯ છે. મહીસાગર જીલ્લામાં કોરોનાના કુલ ૪૮ પોઝિટિવ કેસ મળેલ છે. જેમાં કુલ ૧૧ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૭ કે.એસ.પી. કોવીડ હોસ્પિટલ  બાલાશિનોર ખાતે તેમજ ૩ ગોત્રી મેડીકલ કોલેજ અને ૧ જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ હિમ્મતનગર ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૧ દર્દી ગોત્રી મેડીકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૦ દર્દીઓ સ્ટેબલ છે . તો બીજી તરફ મહીસાગર જિલ્લા માટે રાહતના સમાચાર છે કે કુલ ૩૬ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36eNhS1
Previous
Next Post »