આણંદ, તા.15 મે 2020, શુક્રવાર
આણંદ જિલ્લા માટે વિશેષ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમારે આગામી સમયમાં લોકડાઉનમાં રાહત મળે અને મોટી સંખ્યામાં નાગરિકોની બજારમાં અવર-જવર વધવાની શક્યતાને ધ્યાને રાખીને તાલુકા અને ગ્રામિણ ફરજના અધિકારીઓ સાથે મહત્વની બેઠકોનો દોર શરૃ કર્યો છે. તે મુજબ બોરસદ, ભાદરણ અને આંકલાવ ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના વાયરસ સંક્રમણને ઓછુ કરવા અને જન જાગૃતિ કેળવવા માર્ગદર્શન કર્યું હતું.
આ બેઠકમાં તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લામં આગામી દિવસોમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે અને મોટી સંખ્યામાં નાગરિકોની અવર-જવર વધે ત્યારે કરિયાણા, શાક માર્કેટ, અનાજ દળવાની ઘંટી, દવાની દુકાન સહીત નાગરિકોને જરૃરીયાતવાળા આવા સેન્ટર ઉપર નાગરિકોની અવર-જવર વધવાથી કોરોના સંક્રમણને રોકવા એડવાન્સમાં જ પગલાં લેવા સચિવ સંદીપ કુમારે એવા સેન્ટર ઉપરના કામદારોને આરોગ્ય કાર્ડ આપવા, દુકાનો ઉપર સેનેટાઈજ સાધનો રાખવા એકબીજાથી અંતર રાખવું અને આરોગ્યની ચકાસણી કરવી અને પ્રાથમિકતા દુકાનદારો તરફથી આપવામાં આવે તેવો નિર્દેશ કર્યો હતો. આ બધી બાબતો ઉપર કાળજી લેવા તાકીદ કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ આંકલાવ ખાતે તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ ઓછું થાય તેવા પ્રયાસો કરવા અને લોક જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. સચિવ સંદીપ કુમારે અને કલેક્ટરે ભાદરણ ખાતે ઉભી કરવામાં આવેલી કોવિડ કેર હોસ્પિટલની પણ મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WyeNqg
ConversionConversion EmoticonEmoticon