ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે શુક્રવારે કુલ 95 સેમ્પલ લીધાં


નડિયાદ, તા.15 મે 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સધન અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ-૯૫  સેમ્પલ લેવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ-૧૫૦૫  સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેમાંથી ૧૩૭૨  નેગેટીવ અને ૯૬ના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનુ ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

ખેડા જિલ્લામાં પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કુલ-૧૬૦ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી ૮  સેમ્પલ પોઝીટીવ જાહેર થયા હતા.૧૪૫  દર્દીઓના રીપોર્ટ  નેગેટીવ આવ્યા છે.જ્યારે ૭ દર્દીના રીઝલ્ટ પેન્ડીંગ છે.આજરોજ ૯૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૧૬  દર્દી સારવાર હેઠળ છે જેમાં આજે ૮ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે જિલ્લાના કોરન્ટાઇન ફેસીલીટી ખાતે કુલ-૭૮ વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા છે.જેમાં આજે સ્પોર્ટ કોમ્પલેક્ષ નડિયાદ-૧,આરોગ્ય ઘામ ડાકોરમાં-૨ વ્યક્તિઓને હોમકવારન્ટાઇન કરવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ-૨૫ કન્ટેઇમેન્ટ ઝોન છે.જેમાં કુલ-૧૫૭ ટીમો ૭,૨૩૧ ઘરો અને ૩૪,૭૨૫ વસ્તીનો સર્વે કરેલ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WYIu2O
Previous
Next Post »