નડિયાદ, તા.15 મે 2020, શુક્રવાર
ખેડા જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.ખેડા તાલુકાના રઢુ ગામે રહેતા એક યુવકને ગામના અન્ય કેડિલાના પોઝીટીવ દર્દીના સંક્રમણને કારણે કોરોના પોઝીટવ જાહેર થયો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૫ પર પહોંચ્યો છે.
આજે નોંધાયેલા કોરોના દર્દી પૈકી વધુ એકવખત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોળકા નજીક આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાંથી જાહેર થયેલા કોરોના પોઝીટીવ દર્દીઓના સંક્રમણને કારણે ખેડા જિલ્લામાં કેસની સંખ્યા વધતી રહી છે. ખેડા તાલુકાના રઢુ ગામની પ્રમુખ પોળાં રહેતા ૩૮ વર્ષીય રીપલ સુરેશભાઇ કા.પટેલ ને કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.રીપલભાઇએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી તબિયત ખરાબ થતા રઢુ પી.એચ.સીમાં દવા લીધી હતી.તેમ છતા તબિયતમાં સુઘાર ન થતા તેઓને ગત રોજ નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓનો કોરોના રીપોર્ટ લેવામાં આવ્યો હતો.
જે રીપોર્ટ આજરોજ પોઝીટીવ જાહેર થયો હતો. રીપલભાઇનો રીપોર્ટ પોઝીટીવ જાહેર થતા જ તેમના પરિવારના આઠ સભ્યોમાંથી ત્રણ સભ્યોને નડિયાદ સરકારી હોમકવારન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ સ્થાનિક વહીવટી તંત્રને થતા તેઓ સ્થળ પર પહોચી કાર્યવાહી આરંભી હતી.આ ઉપરાંત તેમના ઘર અને ફળિયુ પ્રમુખપોળ ને સેનેટાઇઝ કરીને આજુબાજુના વિસ્તારો જેવા કે કાછીયાવાડ, પ્રમુખપોળ, મલેકવાળો અને સૈયદવાળાને કોરન્ટાઇન વિસ્તાર જાહેર કરીને આખો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WBIirh
ConversionConversion EmoticonEmoticon