લંડન,15 મે, 2020, શુક્રવાર
કોરોના વાયરસથી થતી કોવિડ-19 બીમારી અંગે નિતનવા સંશોધન થતા રહે છે. આ સંશોધનનો હેતું લોકોને જાગ્રુત કરીને કોરાના સંક્રમણથી બચાવવાનો છે જયાં સુધી કોવિડ-19ની કોઇ અસરકારક દવા કે સી ના શોધાય ત્યાં સુધી તકેદારી એ જ ઉપાય છે. અત્યાર સુધી ઓવરવેઇટ લોકોને હ્નદયની બીમારી, કેન્સર અને ટાઇપ-2 ડાયાબિટીશનું જોખમ વધારે રહે છે એવું ઘણા સ્ટડીમાં વર્ષોથી જાણવા મળતું હતું પરંતુ કોવિડ-19 અંગેના પ્રાથમિક ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે જાડા માણસોને કોવિડ-19નો ખતરો વધારે રહે છે.2015ના આંકડા મુજબ વિશ્વના 195 દેશોમાં 600 મીલિયન પુખ્ત અને 100 મીલિયન બાળકો ઓબેસિટીથી પીડાય છે. બ્રિટનમાં 17 હજાર લોકો પર એક સ્ટડી કરવામાં આવ્યો જેમાં જેમના જાડાપણાનો ઇન્ડેક્ષ 30 થી વધારે હતો તેમનો મુત્યુદર 33 ટકા જેટલો હતો.
એક બીજા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવા પ્રકારના લોકોમાં મોતનું પ્રમાણ બમણું રહે છે. બ્રિટનમાં આઇસીયુમાં ભરતી થયેલા 34. 05 ટકા ઓવરવેટ હતા. વલ્ર્ડ ઓબેસિટી ફેડરેશનનું કહેવું છે કે જે લોકોનો બીએમઆઇ 25 થી ઉપર હતો એ લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા વધારે હતા.અમેરિકા, ઇટલી અને ચીનમાં થયેલા શરુઆતી સંશોધનો પરથી જણાય છે કે વધુ બીએમઆઇ એ પણ એક મહત્વનું કારણ છે.
આ ઉપરાંત વધુ ઉંમર ધરાવતા લોકોમાં પણ કોરોના સંક્રમણ ગંભીર બની જવાની શકયતા રહે છે. જાડા લોકોને કોરોનાનો શા માટે વધારે ખતરો છે એ અંગે જાણવા મળે છે કે શરીરમાં જેટલી ચરબી હોય એટલી જ શરીરની ફિટનેસ ખરાબ હોય છે આ ફિટનેસની સીધી અસર ફેફસાની કાર્યશકિત પર અસર થાય છે આથી શરીરમાં લોહી અને ઓકસીજન પહોંચવામાં સમય લાગે છે એટલું જ નહી રકતપ્રવાહની અસર હ્વદય પર થાય છે. યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના પ્રોફેસરના જણાવ્યા મુજબ વધુ વજન ધરાવતા લોકોને વધારે ઓકસીજનની જરુર પડે છે. આથી શરીરની સિસ્ટમ પર જોર વધારે પડે છે. આ સ્થિતિ કોરોના જેવા સંક્રમણ માટે ખતરનાક સાબીત થાય છે. આઇસીયુમાં ઓકસીજન ઉપરાંત કિડનીનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ એ પણ શોધ્યું છે કે કોશિકાઓમાં જોવા મળતા એસીડ-2 નામના એન્ઝાઇમ વાયરસ શરીરમાં પ્રવેશ કરવાનો મુખ્ય રસ્તો છે. આ એન્ઝાઇમ મોટા પ્રમાણમાં ફેટી કોશિકાઓમાં જોવા મળે છે જે લોકો વધારે વજનવાળા હોય છે તેમની કોશિકાઓ પણ ફેટી હોય છે આથી કોરોના સંક્રમણનું જોખમ પણ વધે છે. જાડા લોકોમાં હંમેશાને માટે પ્રતિરોધ ક્ષમતાઓ સારી રહેતી નથી કોરોના સંક્મણ દરમિયાન મેક્રોપેજ ફેટી કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. ઉદાહરણ તરીકે કાળા અને આફ્રિકી લોકોમાં ડાયાબટીઝ વધારે હોય છે એટલું જ નહી સંક્રમણનો ભોગ પણ વધારે બને છે. ઓછા સંતૂલિત આહાર, નિયમિત કસરત કરવાથી ફાયદો થાય છે. જોગિંગ. સાઇકલિગ અને સોશિયલ ડિસ્ટન્સિસનું પાલન કરવામાં આવવાથી ફાયદો થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T7JX5K
ConversionConversion EmoticonEmoticon