નડિયાદમાં વધુ 1 કોરોનાના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ


નડિયાદ, તા.15 મે 2020, શુક્રવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ એક કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.કપડવંજ શહેરના મહંમદહારૃન એ મન્સુરી  આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.

કપડવંજ શહેરના ડબગર વાડામાં રહેતા મહંમદ હારુન સુથાર (અંસારી)ને ગત્ તા.૬-૫-૨૦૨૦ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.મહંમદહારૃન મન્સુરી અમદાવાદની સીફા હોસ્પિટલ ખાતે ક્લાર્ક તરીકેની નોકરી કરતા હતા. તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થતા તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરીને વધુ સારવાર હાથ ધરવામાં આવી હતી. ગત્ રોજ તેમનો ફરીથી સેમ્પલ લઇ ટેસ્ટ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. જેમનો રીપોર્ટ નેેગેટવી આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહંમદહારુન મન્સુરીને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૩૫ પર પહોંચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા અન્ય કોરોના પોઝીટીવ દર્દીને સાજા થવા માટેની હિંમત મળી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bxMXid
Previous
Next Post »