યુનાઈટેડ સ્ટેટ્સ, તા. 09 મે 2020 શનિવાર
તાજેતરમાં જ અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ કે ગુગલની ઓફિસ એક જૂન પહેલા ખુલશે નહીં. ગુગલ અને ફેસબુક પોતાના કર્મચારીઓને વર્ષ 2020ના અંત સુધી ઘરે કામ કરવાની સુવિધા આપી રહી છે. અગાઉ ગૂગલે તમામ કર્મચારીઓને ઈમેલથી જણાવ્યુ હતુ કે જૂન પહેલા ઓફિસ આવવુ સંભવ નથી પરંતુ હવે વર્ક ફ્રોમ હોમની અવધિ વધારવાનો નિર્ણય લીધો છે.
ફેસબુકની વાત કરીએ તો છ જુલાઈએ ફેસબુકની ઓફિસ ખુલી જશે પરંતુ વર્ક ફ્રોમ હોમની પોલિસી ડિસેમ્બરના અંત સુધી લાગુ રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી કામ માટે જ કર્મચારીઓને ઓફિસ આવવાની જરૂર હશે. વર્ક ફ્રોમ હોમને લઈને ફેસબુકના પ્રવક્તાએ કહ્યુ કે જે કર્મચારી ઓફિસથી દૂર પોતાનુ કામ ચાલુ રાખી શકે છે તે વર્ષના અંત સુધી વર્ક ફ્રોમ હોમની સુવિધા લઈ શકે છે.
અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ એ પણ કહ્યુ છે જે કર્મચારીઓનું કામ ઘરેથી થઈ શકે છે તે પોતાનું કામ વર્ષના અંત સુધી ઘરેથી કરી શકે છે પરંતુ જેનું કામ ઓફિસ આવ્યા વિના નથી થઈ શકતુ તે જુલાઈથી ઓફિસ આવવાનું શરૂ કરી શકે છે.
કેટલાક દિવસ પહેલા સુંદર પિચાઈએ ગુગલના કર્મચારીઓને એક ઈમેલ કર્યો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે લાંબા સમય સુધી ઘરે કામ કર્યા બાદ કર્મચારીઓને ઓફિસ આવવાનુ ચોંકાવનારૂ હશે, પરંતુ એક જૂન પહેલા આ સંભવ નથી.
પિચાઈ પોતાના કર્મચારીઓ માટે વિશેષ આદેશ જારી કર્યા છે જેમાં તેમણે પોતાની સાથે સાથે પરિવારના સભ્યોની સારસંભાળ રાખવાનું પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે જેમને પરિવારને લઈને કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક આફિસ ના આવે. તે માટે તેઓ પોતાના મેનેજર સાથે વાત કરે અને સુવિધાનુસાર ઘરેથી કામ કરે.
પિચાઈએ કર્મચારીઓને મોકલેલા મેઈલમાં લખ્યુ હતુ તમામ લોકો ઓફિસમાં એક સાથે નહીં જાય અને ઓફિસમાં તમામ માટે અલગ-અલગ જગ્યા હશે જેની ગાઈડલાઈન પણ અલગ હશે. મને ખબર છે કે ઓફિસ આવવાને લઈને તમારા મગજમાં કેટલાક પ્રશ્ન હશે. ટેક કંપનીઓમાં ગુગલ એવી પહેલી કંપની છે કે જેણે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૌથી પહેલા સુવિધા આપી હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WjmGzQ
ConversionConversion EmoticonEmoticon