હૃતિક રોશને કોરોનાના જંગ સામે લડી રહેલી મુંબઇ પોલીસને મદદ કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.08 મે 2020, શુક્રવાર

કોરોનાની સામેના જંગમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ડાકટર્સ, પોલીસ, સફાઇ કર્મચારીઓ જવાબદારીથી પોતાની ડયુટી કરી રહ્યા છે.તેવીમાં હૃતિક રોશને એક ઉત્તમ પગલું ભર્યું છે. આર્થિક મદદ બાદ હવેતેણે મુંબઇ પોલીસને હેન્ડ સેનેટાઇઝર મોકલ્યા છે. મુંબઇ પોલીસે સોશિયલ મીડિયા પર હૃતિકનો આભાર માન્યો છે. 

મુંબઇ પોલીસે લખ્યું છે કે,હૃતિક રોશન અમે તમારા આભારી છીએ કે, તમે ડયુટી પર રહેલા મુંબઇ પોલીસ માટે હેન્ડ સેનેટાઇઝર્સ મોકલ્યા છે. ફ્રન્ટલાઇન વોર્યિયર્સના સ્વાસ્થય અને સુરક્ષાનો ખ્યાલ રાકવા માટે ધન્યવાદ. 

હૃતિકે આનો પ્રત્યુતર આપતાં કહ્યું છે કે, અમારી પોલીસ ટીમનો આભાર, જેમણએ અમારી સુરક્ષાને પોતાના હાથમાં લીધી છે. સુરક્ષિત રહો. પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા અધિકારીઓને મારો પ્યાર અને સમ્માન...

હૃતિકે મુંબઇ પોલીસના વખાણ કરતા લખ્યું છે કે, આ લોકો ઘરની બહાર છે, જેથી આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ. શુક્રિયા મુંબઇ પોલીસ ફોર્સનો.

આ પહેલા હૃતિકે ફોટો જર્નાલિસ્ટના પરિવારોને પણ મદદ કરીછે. 

ઉપરાંત તેણે બીએમસીના કાર્યકર્તાઓને એન૯૫  અને એફએફપી૩ માસ્ક પણ પહોંચાડયા હતા. તેમજ લાખો લોકોને ખાવાનું ખવડાવાની પણ વ્યવસ્થા કરે છે. 

હૃતિક એક એનજીઓ સાથે કામ કરી રહ્યો છે. જે વૃદ્ધો, ક્ષમિકો અને ગરીબોને આ ખરાબ પરિસ્થિતિમાં ભોજન મળે તેની તકેદારી રાખી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wehltu
Previous
Next Post »