અમદાવાદ, તા. 9 મે 2020, શનિવાર
ફેસબુક યુઝર્સની આતુરતાનો અંત આવી ગયો છે, સોશિયલ મીડિયા કંપનીએ પોતાના ડેસ્કટોપ યુઝર્સ માટે ડાર્ક મોડ રોલઆઉટ કરી દીધું છે. આ સાથે જ ફેસબુકે ડેસ્કટોપ સાઇટની ડિઝાઇનમાં પણ ફેરબદલ કર્યાં છે. નવી અપડેટ બાદ જો કોઇ યુઝર્સને નવી ઇન્ટરફેસ પસંદ નથી આવતી તો તે જુની ઇન્ટરફેસ પર જઇ શકે છે. જણાવી દઇએ કે યુઝર્સ માટે ડાર્ક મોડની ટેસ્ટિંગ ઘણા લાંબા સમયથી થઇ રહીં હતી.
નવી અપડેટને લઇને ફેસબુકે એક નિવેદન જારી કરી કહ્યું,‘નવું Facebook.com ઘણું સરળ છે. ભવિષ્યમાં પણ અમે યુઝર્સને નવા અનુભવ આપતા રહીશું.’ કંપનીનો દાવો છે કર્યો છે કે ડાર્ક મોડમાં વીડિયો જોવાનો અનુભવ ડબલ થઇ જશે.
ડાર્ક મોડમાં બેકગ્રાઉન્ડ સંપૂર્ણપણે બ્લેક હશે, જોકે યુઝર્સ પાસે નોર્મલ મોડમાં પાછા ફરવાનો પણ વિકલ્પ રહેશે. ડાર્ક મોડમાં ફાયદો એ છે કે આંખ પર બ્રાઇટનેસની ખરાબ અસર ઘણી ઓછી પડશે.
ફેસબુકએ જારી કરેલા નિવેદન અનુસાર નવી ઇન્ટરફેસમાં સરળતાથી ઇવેન્ટ ક્રિએટ, પેજ અને ગ્રુપ બનાવવા અને જાહેરાત ક્રિએટ કરી શકશો. એડમિન અને ક્રિએટરને રિયલ ટાઇમમાં પ્રીવ્યૂ જોવા મળશે. પ્રીવ્યુમાં જોવા મળશે કે પોસ્ટ કે કન્ટેન્ટ મોબાઇલ પર કેવી જોવા મળશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3doU65A
ConversionConversion EmoticonEmoticon