હમણા જ અપડેટ કરો ગૂગલ ક્રોમ, સરકારી એજન્સીએ જારી કર્યું એલર્ટ

અમદાવદ, તા. 10 મે 2020, રવિવાર

ગૂગલ ક્રોમ વાપરતા લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ઇન્ટરનેટ યુઝર્સ માટે એક હાઇ રિસ્ક એડવાઇઝરી શેર કરી છે જેમાં ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી રિક્સને પગલે તાત્કાલિક અપડેટ કરવા કહેવામાં આવ્યું છે. CERT-In અનુસાર ક્રોમમાં સિક્યોરિટી રિલેટેડ પ્રોબ્લેમ સામે આવી છે. તેની મદદથી સિસ્ટમને ટાર્ગેટ કરી રિમોટ એટેક કરી શકાય છે.

રિમોટ એટેકર ઓર્બિટરેરી કોડ બ્રાઉઝરની મદદથી સિસ્ટમને ટાર્ગેટ કરી શકે છે. ગૂગલ ક્રોમનું વર્ઝન 81.0.4044.138-1 થી પહેલાના તમામ વર્ઝન સરળતાથી તેના ટાર્ગેટ બની શકે છે. એવામાં જો તમે ગૂગલ ક્રોમ ઉપયોગ કરો છો તો તમારા ડેટા અને સિસ્ટમ પર જોખમ મંડરાઈ રહ્યું છે. માટે તાત્કાલિક ક્રોમ બ્રાઉઝર અપડેટ કરી લેવું જોઇએ.

ડેટા ચોરીનો ભય
એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે,‘ઓર્બિટરેરી કોડ અમલ સાથે જોડાયેલી ખામી ગૂગલ ક્રોમના બ્લિંક કોમ્પોનન્ટ સાથે જોડાયેલા એક ટાઇપ કન્ફ્યૂઝન એરરના કારણે સામે આવી. કેટલાય રિમોટ એટેકર આ ખામીનો ફાયદો ઉઠાવી ખાસ પ્રકારે ડિઝાઇ કરવામાં આવેલી ફાઇલની મદદથી સિસ્ટમ પર એટેક કરી શકે છે. એકવાર આ ફાઇલ યુઝર્સના સિસ્ટમ સુધી પહોંચી ગઇ ત્યાર બાદ એટેકર સરળતાથી યુઝર્સના સિસ્ટમમાં રહેલી ફાઇલ સાથે સરળતાથી છેડછાડ કરી શકે છે અને પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.

ગૂગલે લેટેસ્ટ અપડેટ લોન્ચ કર્યું
ગૂગલે તાજેતરમાં જ Google 81 વર્ઝન રોલઆઉટ કરી દીધું છે. ગૂગલે પોતાના બ્લોગપોસ્ટમાં લખ્યું, સ્ટેબલ ચેનલમાં હવે વિન્ડોઝ, મેક અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં 81.0.4044.138ને અપડેટ કરી દેવામાં આવ્યું છે. એવામાં યુઝર્સે ક્રોમ બ્રાઉઝરને લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરી લેવી જોઇએ. CERT-Inએ તાજેતરમાં જ iPhone યુઝર્સ માટે પણ એક એડવાઇઝરી જારી કરી કહ્યું હતુ કે ફાયરફોક્સ ફોર iOS ઇન્ટરનેટ બ્રાઉઝર પર થઇ રહેલા રિમોટ એટેકથી યુઝર્સે બચવું જોઇએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WG7X0O
Previous
Next Post »