(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 મે 2020, શનિવાર
સલમાન ખાન અને જેકવેલિન ફર્નાન્ડિસ હાલ સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં સમય પસારકરી હ્યા છે. હાલમાં જ પોતોના પ્રશંસકોને એક ખુશખબરી આપી છે કે, તેઓ જલદી જ એક રોમેન્ટિક સોન્ગ તેરે બિના લઇને આવી રહ્યા છે. આ ગીતને લોડાઉનના પાલનને ધ્યાનમાં રાખીને ફક્ત ત્રણ જ વ્યક્તિએ બનાવ્યું છે.
સલમાને ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, પ્રોડકશન ટીમ વગર અમે એક ગીતનું શૂટિંગ કર્યું છે. મારા દિમાગમાં ઘણા સમયથી એક ગીત હતું, તેથી મને આ સમયમાં તેને રિલીઝ કરવાનો વિચાર આવ્યો. અત્યાર સુધીમાં મે ચાર ગીતો ગાય છે, પરંતુ મને લાગે છે કે, આ સૌથી વધુ સારુ ગીત બન્યું છે.
જેકલિને આ ગીતના શૂટિંગની માહિતી આપતા જેકલિને કહ્યું હતું કે, અમને મોટા પ્રોડકશન સાથે ઘણા દિવસો સુધી શૂટિંગ કરવાની આદત હોય છે. અમે આ ગીતને ફક્ત એક જ અઠવાડિયામાં તૈયાર કર્યું અને પછી ફક્ત ત્રણ જ લોકોની ટીમે આ ગીતનું શૂટિંગ કર્યું છે. આવું પહેલી વખત થયું છે કે, જ્યારે શૂટિંગ દરમિયાન મેં પોતે લાઇટનું ધ્યાન રાખતા તેને સેટ કરી છે. સાથેસાથે હું અન્ય સામાનનો પણ ઉપયોગ કરીરહી હતી. આ ઉપરાંત મારો મેકઅપ અને સ્ટાઇલ પર પણ મેં જ કામ કર્યું છે.
સલમાને વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ પર ગરમી બહુ પડી રહી છે. તેથી અમે પાંચથી છ વાગ્યા દરમિયાન જ શૂટિંગ કરતા હતા. તેને પોતાનું સંપૂર્ણ ફાર્મહાઉશ લોકોને દેખાડવું નહોતું જેથી શૂટિંગ દરમિયાન પણ આ વાતની તકેદારી રાખવામાં આવી હતી. દરેક લોકો ફાર્મહાઉસનું વાઇવાઇ જ ઉપયોગમાં લઇ રહ્યા હોવાથી અમને એડિટર્સને વીડિયો મોકલવામાં પણ બહુ સમય લાગ્યો હતો. આ ગીતના ટીઝરને જલદી જ રિલીઝ કરવામાં આવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfMS2x
ConversionConversion EmoticonEmoticon