(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 મે 2020, ગુરુવાર
કોરોના વાયરસના કારણે પૂરી દુનિયાઆર્થિક સંકટનો સામનો કરી રહી છે. ભારતમાં પણ આર્થિક તંગી વધી હઇ છે. કોરોના વોરિયર્સની મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. જે યાદીમાં હવે દિગ્દર્શક અનુરાગ કશ્યપનું નામ પણ સામેલ થઇ ગયું છે. તે પોતાની ટ્રોફીનું લીલામ કરીને મળનારા પૈસા આર્થિક સહાય માટે વાપરશે.
અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને ઘોષણા કરી હતી કે, જે મારી ટ્રોફીની સૌથી વધુ બોલી બોલશે તેને મને મળેલી ફિલ્મ ફેયરની ટ્રોફી આપવામાં આવશે. અનુરાગને આ ટ્રોફી ફિલ્મ ગેંન્ગસ ઓફ વાસેપુર માટે મળી હતી.
વરુણ ગ્રોવરે ે પણ પોતાની ટ્રોફીની તસવીર શેર કરી છે. જે તેને તેનાગીત મોહ મોહ ધાગે માટે મળી હતી.તેણે તો એમ પણ કહ્યું છે કે, ૨૦૫૦માં તે ઇબે પર આ ટ્રોફી મુકશે તો તેને બુઢાપાના ગુજરાન માટેની રકમ મળશે. પરંતુ હાલ ભારત પર આવી રહેલા સંકટ માટે તે આ ટ્રોફીનો ઉપયોગ ફંડ મેળવવા માટે કરશે.
તો વળી કુણાલ કામરાએ પોતાના યુટયુબ બટનને લીલામ કરવાનો નિર્ણય લીધો છે. જે આ માટે સૌથી વધુ ડોનેશન આપશે તેને હું મારું યુટયૂબ બટન આપી દઇશ.
ભારતમાં કોવિડ ૧૯ના ટેસ્ટ કિટના દાન કરવા માટે અનુરાગ કશ્યપ ફંડ એકઠું કરીરહ્યો છે. અનુરાગે આ માટે પોતાને મળેલી ફિલ્મફેયરની ટ્રોફીનું પણ લીલામ કરવાનો છે. અનુરાગની સાથે કોમેડિયન કૃણાલ કામરા અને વરુણ ગ્રોવર પણ પોતાની યુટયુબ બટન અને ટ્રોફી લીલામ કરશે આવતા ૩૦ દિવસમાં ૧૩,૪૪,૦૦૦ રૂપિયાનું ભંડોળ એકઠું કરવાનું લક્ષ્ય છે.લોકોની તબીબી તપાસ માટે કટસની અછત વારંવાર સર્જાતી હોવાથી લોકોના સ્વાસ્થયના હિત માટે તેઓ ટેસ્ટ કિટની સહાય કરવાના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e9fwEd
ConversionConversion EmoticonEmoticon