મુંબઇ તા. 20 મે 2020, બુધવાર
આમીર ખાન અને કિરણ રાવનું 'પાની ફાઉન્ડેશન' તેની વિશિષ્ઠ કામગીરી માટે વિખ્યાત છે. તાજેતરમાં જ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પરમાકલ્ચર ડિઝાઇનર અને ઓરેગાને સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રુ મિલિસને તેમની યુ-ટયુબ ચેનલ પર 'પાની ફાઉન્ડેશન' પર તેમણે બનાવેલા એક એપિસોડને રિલિઝ કર્યો હતો.
વોટર મેનેજમેન્ટ પર તેઓ કામ કરે છે આથી આ ફાઉન્ડેશને મહારાષ્ટ્રના ગામમાં શી કામગીરી કરી અને કેવી કામગીરી બજાવે છે એ જાણવા તેમણે એ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામીણજનો માટે ઉત્તમ કામ કર્યું છે, એવું તેમણે નોંધ્યું અને ત્યાં તેમણે વોટર કપ કોમ્પિટિશનનું આયોજન કર્યું એ માટે તેમનો આભાર માન્યો. પાની ફાઉન્ડેશનની આ કામગીરીને એન્ડ્રુએ વખાણી વિશ્વ પરનો આ સૌથી મોટો પરમાકલ્ચર પ્રોજેક્ટ છે, એવી તેની પ્રશંસા પણ કરી.
પાની ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ સંગઠન છે, એટલું જ નહીં. એ પર્યાવરણની બચાવની કામગીરીમાં પણ એટલો જ ફાળો આપે છે. આ ઉપરાંત દુષ્કાળ અટકાવવા માટેના વિસ્તારોનું ધ્યાન રાખી વોટરરોડ મેનેજમેન્ટનું કામ પણ મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં કરે છે. આ ફાઉન્ડેશન આમીર ખાન, કિરણ રાવ, રીના દત્તા અને સત્યજિત ભટકલે સ્થાપ્યું છે. આ ફાઉન્ડેશન મહારાષ્ટ્રના ઘણાં ગામોમાં પાણી પુરવઠો પૂરો પાડવાનું કામકાજ પણ કરે છે. ટકાવપણું અને સ્વ. પર્યાપ્તતા હાંસલ કરવા કૃષિલક્ષી ઇકો સિસ્ટમ્સના વિકાસને પરમાકલ્ચર કહેવાય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g2PtAt
ConversionConversion EmoticonEmoticon