તલાવડીની ખરાબાની જમીન પર થયેલા દબાણો હટાવવા રજૂઆત


નડિયાદ,તા. 21 મે 2020, ગુરુવાર

નડિયાદ તાલુકાના મરીડા ગ્રામ સમિતિ સમસ્ત મરીડા ગ્રામજનો દ્વારા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે.જેમાં મરીડા ગામમાં આવેલ તલાવડીનો ખરાબોની જમીન પર થઇ રહેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા રજૂઆત કરી છે.

મરીડા ગ્રામ સમિતિ સમસ્ત મરીડા ગ્રામજનો દ્વારા જિલ્લા સમાહર્તાને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મરીડા ગામમાંની હદમાં આવેલ સર્વે નં-૧૪૯ ખાતા નં-૮૬૬,ક્ષે.૦-૨૭-૩૨ વાળી જમીન જુડા તલાવડીનો ખરાબો ગ્રામ્ય નડિયાદના નામે ચાલે છે.આ તલાવડીનો ઉપયોગ ગામના લોકો ઢોર ઢાંખરને પાણી પીવડાવવામાં કરે છે.મરીડા રીંગ રોડ ૩૬ મીટરની પહોળાઇ વાળો પસાર થાય છે.

સરકાર રોડ બનાવતા સમયે રોડમાં ગયેલ જમીનના મૂળ માલિકને જમીનનુ વળતર ચૂકવી આપેલ છે.આમ છતા જમીન માલિકો રોડને અડીને આવેલ જમીનમાં ગેરકાયદેસર દબાણો ઉભા કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.મરીડા ગ્રામ પંચાયત હસ્તકના આવેલ જૂડા તલાવડીની બાજુમાં પણ ગેરકાયેદસર દબાણ ઉભૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ગામની તલાવડીની બાજુમાં બિલોદરા ગામના ગેરકાયદેસર માટી ખોદાણ કરી લાવી પૂરાણ કરી રહ્યા છે.આ કામ અટકાવવાનો પ્રયત્ન ગ્રામજનોએ કરેલ છે.તેમ છતા તેમનુ કામ હાલમાં ચાલુ છે.આ ઉપરાંત સમિતિ દ્વારા વધુમાં આક્ષેપ કર્યો છે કે તેઓ તલાવડી પચાવી પાડવાનો બદઇરાદો હોય તેમ લોકડાઉનના સમયમાં કોઇની પણ પરવાનગી લીધા વિના ગેરકાયેદસર ખનન કરી માટી પુરાણ કરી રહ્યા છે.આ અંગે સમિતિ દ્વારા  તલાવડીની જમીનની માપણી યોગ્ય રીતે કરી થાય તે નિર્દેશો આપવા અને દબાણ કરેલ હોય તો દબાણકર્તા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36prerQ
Previous
Next Post »