નડિયાદ, તા.18 મે 2020, સોમવાર
ખેડાના બારેજા રોડ ઉપર આવેલ એક કંપનીના ૫૦૦ જેટલા કર્મચારીઓનો લોકડાઉન દરમ્યાનના કામનો પગાર ન ચૂકવાયા હોવાના આક્ષેપો થયા છે. ગ્લુકોઝ બોટલના ઉત્પાદન કરતી આ કંપનીએ કોરોના મહામારી દરમ્યાન તમામ કર્મચારીઓ પાસેથી કામ લીધું હતુ.તેમ છતા હજી સુધી તેમના પગાર કર્યો ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.
ખેડા બારેજા હાઇવે રોડ પર ગ્લુકોઝ બોટલનુ ઉત્પાદન કરતી અમંતા કંપનીમાં ૫૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે.જે પૈકી ૧૫૦ થી વધુ નો સ્ટાફ અમદાવાદથી આવે છે. છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉન દરમ્યાન પણ કંપની ચાલુ હતી અને કર્મચારીઓ પણ કામ પર આવતા હતા. પરંતુ મહિનો વિતવા છતાં હજુ સુધી કર્મચારીઓનો પગાર ન કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે સ્થાનિક મજૂરી કામ કરતા યુવાનોએ જણાવ્યુ હતુ કે બે કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા છેલ્લા દશ દિવસ થી કંપનીનું કામકાજ બંધ રખાયું હતું.ગતરોજ કોન્ટ્રાકટરોએ મજૂરોને કામે આવવાના મેસેજ કર્યા હતા.જેને પગલે આજે સવારથી કર્મચારીઓ કંપની ખાતે ઉમટી પડયા હતા. જ્યાં કર્મચારીઓએ લોકડાઉન દરમ્યાનની કામગીરીનો દોઢ ગણો પગાર ચૂકવવા રજૂઆત કરી હતી તથા કંપનીનુ કામ બંધ રાખ્યુ તે અગાઉ કંપનીમાં અમદાવાદથી પણ કર્મચારીઓની અવર જવર હતી. તેથી આખી કંપનીને સેનેટાઇઝ કરી તમામના સ્વાસ્થ સુરક્ષા માટે ગનથી થર્મલ ટેસ્ટ, હેન્ડ સેનેટાઇઝ અને માસ્ક માટે વિનંતી કરી હતી. કંપનીમાં ત્રણ સીફટમાં કામ ચાલે છે.વળી મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ છે.મધ્યમ પરિવારની આ મહિલાઓ પરીવારને મદદરૃપ થવા કોરોના મહામારી ના સમયે પણ જાનના જોખમે નોકરી કરે છે. ત્યારે કંપનીના કોન્ટ્રાકટરોની મનમાનીથી ત્રસ્ત સેંકડો યુવાનોને કંપની સીધો જ પગાર ચૂકવે તેવી પણ લાગણી વ્યક્ત કરી છે.આ માંગો પૈેકી માસ્ક દર ત્રણ દિવસે એક આપવામાં આવશે અને આખી કંપની સેનેટાઇઝ કરી નાંખી હોવાનુ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતુ. જ્યારે કંપની કોન્ટ્રાકટર જૂથ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીના વિવિધ એકમોના સુપરવાઝર દ્વારા કર્મચારીઓના હાજરીની ગણતરી બાકી હતી.તેથી પગારમાં વિલંબ થયો હોવાનુ જણાવ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TktuLo
ConversionConversion EmoticonEmoticon