(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 મે 2020, ગુરુવાર
લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના પરિવારજનોથી દૂર થઇ ગયા છે. લાંબા સમયથી અવરજવર પરપણ પ્રતિબંધ છે. જોકે ઘણા લોકોને ઇમરજન્સીમાં વ્યવસ્થિત રીતે મંજૂરી લઇન ેપ્રવાસ પણ કરવો પડયો છે. રિશી કપૂરની પુત્રી પિતાના નિધનને કારણે રસ્તા માર્ગે જ દિલ્હીથી મુંબઇ પહોંચી હતી. જ્યારે ટચૂકડા પડદાનો કલાકાર હર્ષવર્ધન રાજપૂત પોતાની બીમાર અને એકલી રહેતી માતા પાસે નવસારી પહોંચી ગયો છે.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ૬૬૮ કિલોમીટરનું અંતર કાપીને હું રસ્તા માર્ગે ્નવસારી પહોંચ્યો હતો. જોકે આ રીતે જવા માટે મ્ બન્ને રાજ્યોની મંજુરી લીધી હતી. મારી માતા એકલી હતી અને તેની તબિયત સારી નહોતી રહેતી તેથી મારે તેની પાસે પહોંચવુ જરૂરી હતું. જોકે મેં તમામ પરમિશનો લીધી હતી.
નવસારી પહોંચ્યા પછી પણ મેં પોલીસને મારા ત્યાં પહોંચ્યાની જાણ કરી હતી. તેમજ મારું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. મને ઘરમાં જ ૧૪ દિવસ માટે ક્વોરનટાઇન રહેવાનું કહેવામાં આવ્યું છે. જેનું હું ચુસ્ત રીતે પાલન કરીશ.
મુંબઇમાં હર્ષ પિતા અને ભાઇ સાથે રહેતો હતો.પરંતુ માતા આ સંકટ દરમિયાન એકલી પડી હતી તેથી હર્ષે માતા પાસે નવસારી જવાનો નિર્ણય લીધો હતો. હાઇવે બિલકુલ ખાલીખમ હતો, જાણે હું કોઇ જોમ્બી વર્લ્ડ્માં આવ્યો હોઉં એવું મને લાગતું હતું.મુસાફરી દરમિયાન મેં સંર્પ્ણ તમામ સૂચનાઓનું પાલન કર્યું હતું. કારની સાથે સ્વયંને પણ મેં સેનેટાઇઝ કરી હતી. હાલ મારે મુંબઇ આવવાની ઉતાવળ નથી. શૂટિંગ શરૂ થવાની તારીખની જાણ થતાં જ હું મુંબઇ આવીશ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LqHoYe
ConversionConversion EmoticonEmoticon