નડિયાદમાં અલગ અલગ સ્થળે ચેકિંગ હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો


નડિયાદ, તા.6 મે 2020, બુધવાર

નડિયાદ નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ ચેકીંગ દરમ્યાન  હજારો કિલો અખાદ્ય જથ્થો ઝડપી પાડયો હતો.પાલિકા ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ, મિઠાઇ અને બેકરીની દુકાન પર ચેકીંગ હાથ ધરાયુ હતુ.

નડિયાદ નગરપાલિકાની સેનેટરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતુ.કોરોના વાયરસની મહામારી અંતર્ગત ત્રીજા તબક્કામાં લોકડાઉનમાં મિઠાઇ,ફરસાણની દુકાનો ખોલવાની છુટછાટ આપવામાં આવી છે.જે અનુસંધાને છેલ્લા બેતાલીસ દિવસથી મિઠાઇ અને ફરસાણ દુકાનો બંધ હાલતમાં હતી.આજરોજ દુકાનો ખુલતા સેનેટરી ટીમ દ્વારા દુકાનો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બેકરીમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આજ રોજ પાલિકા ટીમ દ્વારા અંદાજીત ૧૫૦ કિલો મીઠાઇ અને ફરસાણના જથ્થાનો નાશ કર્યો હતો.તેમજ અલગ અલગ વિસ્તારમાં આવેલ મીઠાઇ,ફરસાણ અને બેકરીઓનુ ચેકીંગ હાથ ધરી વાસી ખાદ્ય પદાર્થ વાપરવા નહી તેવી સૂચના આપવામાં આવી છે.તેમ છતા વાસી ખાદ્યપદાર્થ કોઇ પણ વેપારી વેચતા પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W8oKdG
Previous
Next Post »