આણંદ જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો પોલીસ, આરોગ્ય કર્મી માટે ટેન્ટ બનાવાયા


આણંદ, તા.10 મે 2020, રવિવાર

અન્ય જિલ્લામાંથી આણંદ જિલ્લામાં આવતા તમામ વાહનો માત્ર નીચે જણાવેલ પ્રવેશ માર્ગથી જ આણંદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે.

નીચે જણાવેલ પ્રવેશમાર્ગો સિવાય અન્ય પ્રવેશમાર્ગો આ જાહેરનામાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. ગલિયાણા, વાસદ, ઉમેટા, ઉમરેઠ (પણસોરા અને ડાકોર), સામરખા (એક્સપ્રેસ વે ઈન્ટરચેંજ), બોરીયાવી, ઈસરવાડા, વલેટવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આણંદ દ્વારા જિલ્લામાં પ્રવેશ માટે જે ૮ માર્ગ નક્કી કરાયા છે. તે માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ટ બનાવાયા જેમાં પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે ટેન્ટ બનાવાયા અને જિલ્લામાં પ્રવેશને સખત બનાવાયો છે. 

આણંદ જિલ્લામાં પ્રવેશવા માટે ઉક્ત ૮ રોડ ઉપર પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને ગરમીથી રક્ષણ મળી શકે તે માટે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર રાઠોડ અને તેઓની ટીમ દ્વારા આ તંબુ બનાવાયા છે. જે પોલીસ અને આરોગ્ય કર્મીઓને ગરમીથી રાહત આપે તેવા સુવિધાયુક્ત તંબની સગવડ કરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cl8hJ1
Previous
Next Post »