ખેડા જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 30 પોઝિટિવ કેસ : 22ના રિઝલ્ટ હજુ પેન્ડિંગ


નડિયાદ, તા.10 મે 2020, રવિવાર

ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સધન અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ-૨૨  સેમ્પલ લેવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ-૧૩૦૮  સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેમાંથી ૧૨૫૨  નેગેટીવ અને ૨૨ ના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનુ ખેડા જિલ્લા આરોગ્ય શાખાની યાદીમાં જણાવ્યુ છે.

ખેડા જિલ્લામાં આજદિન સુધી કુલ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છેે.જે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી કામગીરીના ભાગરૃપે પોઝીટીવ કેશના કન્ટેઇમેન્ટ ઝોનમાં સધન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. જેમાં નહેરૃનગર-આશિષનગર સોસાયટીમાં કુલ-૯ આરોગ્ય ટીમો દ્વારા ૭૭૧ ઘરો, ૩૩૦૫  વસ્તીને આવરી લેવામાં આવી છે. શારદા નગર સોસાયટીમાં કુલ-૬ આરોગ્ય ટીમો દ્વારા ૫૧૯  ઘરો, ૨૪૫૧  વસ્તીને આવરી લેવામાં આવી છે.વસોના કાછીયાવાડ કુલ-૧૦  આરોગ્યની ટીમો દ્વારા ૪૯૨  ઘરો, ૨૯૯૭  વસ્તીને આવરી લેવામાં આવી હતી.નડિયાદ શહેરના પીજભાગોળમાં કુલ-૧૭ આરોગ્ય ટીમો દ્વારા ૫૭૨  ઘરો,૨૯૬૪  વસ્તીને આવરી લેવામાં આવી છે.કઠલાલ તાલુકાના ડોડિયાકૂઇ માં કુલ-૭  આરોગ્યની ટીમો  દ્વારા ૨૨૫  ઘરો, ૧૩૫૮  વસ્તીને આવરી લેવામાં આવી હતી.નડિયાદના શિવમપાર્ક સોસાયટીમાં કુલ-૧૦  આરોગ્યની ટીમો  દ્વારા ૫૮૨ ઘરો, ૨૯૭૨ વસ્તીને આવરી લેવામાં આવી હતી.કપડવંજ તાલુકાના સુણદા ગામે કુલ-૪   આરોગ્યની ટીમો  દ્વારા ૨૬૯  ઘરો, ૧૪૫૯  વસ્તીને આવરી લેવામાં આવી હતી.નડિયાદની વાઘેશ્વરી મંદિર વિસ્તારમાં  કુલ-૭  આરોગ્યની ટીમો  દ્વારા ૩૬૮  ઘરો, ૧૬૯૨ વસ્તીને આવરી લેવામાં આવી હતી.

શહેરની ઇશ્વર પાર્ક સોસાયટીમાં  કુલ-૮  આરોગ્યની ટીમો  દ્વારા ૨૮૦  ઘરો,૧૫૭૧  વસ્તીને આવરી લેવામાં આવી હતી. નડિયાદ શહેરની મંગલપાર્ક માં કુલ-૮ આરોગ્યની ટીમો  દ્વારા ૪૪૪  ઘરો, ૧૭૩૨  વસ્તીને આવરી લેવામાં આવી હતી. શહેરના ખોડિયાર નગરમાં કુલ-૭  આરોગ્યની ટીમો  દ્વારા ૪૬૪  ઘરો, ૧૯૨૮ વસ્તીને આવરી લેવામાં આવી હતી. મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલ ગામે કુલ-૨ આરોગ્યની ટીમો દ્વારા ૪૭  ઘરો, ૨૪૫  વસ્તીને આવરી લેવામાં આવી હતી. કપડવંજ શહેરના ઘાંચીવાડમાં કુલ-૧૩ આરોગ્યની ટીમો દ્વારા ૩૩૬  ઘરો, ૧૬૮૨  વસ્તીને આવરી લેવામાં આવી હતી.માતર તાલુકાના દેથલીમાં કુલ-૪ આરોગ્ય ટીમો દ્વારા ૩૮  ઘરો, ૧૯૭વસ્તીને આવરી લેવામાં આવી છે.મહુધા ના નવાપુરા કુલ-૮આરોગ્ય ટીમો દ્વારા ૨૯૭  ઘરો,  વસ્તીને આવરી લેવામાં આવી છે.નડિયાદના ચકલાસી ભાગોળમાં કુલ-૪આરોગ્ય ટીમો દ્વારા ૨૫૮  ઘરો, ૧૦૩૨ વસ્તીને આવરી લેવામાં આવી છે.નડિયાદના હરિદાસ અર્બન કુલ-૩આરોગ્ય ટીમો દ્વારા ૧૪૫ ઘરો, ૭૩૨ વસ્તીને આવરી લેવામાં આવી છે.માતર તાલુકાના ત્રાજ માં કુલ-૪ આરોગ્યની ટીમો દ્વારા ૪૯  ઘરો, ૨૨૬  વસ્તીને આવરી લેવામાં આવી હતી.ખેડા શહેરમાં લાલ દરવાજા કુલ-૪આરોગ્ય ટીમો  દ્વારા ૨૫૮  ઘરો, ૧૦૩૨વસ્તીને આવરી લેવામાં આવી છે.ચકલાસીના સાટોડી નાકુમાં  કુલ-૭ આરોગ્યની ટીમો દ્વારા ૧૩૨  ઘરો,૬૯૪  વસ્તીને આવરી લેવામાં આવી હતી.ખેડા તાલુકાના રઢુ ગામમાં આવેલ સુથારફળિયુમાં કુલ-૫  આરોગ્ય ટીમો દ્વારા ૧૨૫ ઘરો, ૮૦૦  વસ્તીને આવરી લેવામાં આવી છે.રઢુના રસિકપુરાના વણકરવાસમાં કુલ-૩ આરોગ્ય ટીમો દ્વારા ૧૧૮ ઘરો, ૭૦૦ વસ્તીને આવરી લેવામાં આવી છે.

પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કુલ-૧૪૫ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી ૯  સેમ્પલ પોઝીટીવ જાહેર થયા હતા.જ્યારે ૮ દર્દીના રીઝલ્ટ પેન્ડીંગ છે.નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ અને સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ-૨૨   સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ-૧૩૦૮  સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેમાંથી ૧૨૫૨ નેગેટીવ અને  ૨૨ રીઝલ્ટ પેન્ડીંગ  છે.જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૫૦ દર્દી સારવાર હેઠળ છે.જેમાં ૧૫  દર્દીઓને આજરોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wkt75x
Previous
Next Post »