નડિયાદ, તા. 5 મે 2020, મંગળવાર
ખેડા જિલ્લાના બજારો આજથી આખો દિવસ ધમધમી શકશે.જિલ્લા કલેકટરના બહાર પાડેલા ખાસ જાહેરનામાથી હવે સવારે ૭ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકડાઉનમાં મૂક્તિ આપવામાં આવી છે.ઉપરાંત વડા મથક નડિયાદ તથા આસપાસની વીશ જેટલી રેસ્ટોરન્ટ્સને હોમ ડિલિવરી માટે છુટછાટ અપાઇ છે.જો કે સ્કુલો,કોલેજો,શોપિંગ મોલ,થીયેટર્સ,મંદિરો અને મસ્જીદો માટે હજી પણ લોકડાઉન ચાલુ જ રહેશે.
ખેડા જિલ્લા કલેકટરે આજે સાંજે એખ ખાસ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં લોકડાઉનના નિયમો હળવા કર્યા છે.સવારે ૭ થી સાંજે ૫ સુધી દુકાનો,ઓફિસો ખુલ્લી રાખી શકાશે.અને ૫.૩૦ સુધીમાં દરેક દુકાનદારે પોતાના ઘરે પહોચી જવુ ફરજીયાત રહેશે.જિલ્લા કલેકટરના જાહેરનામાંમાં જણાવાયુ છે કે અગાઉ તા.૩-૫-૨૦૨૦ ના રોજ જાહેર થયેલા સવારે ૭ થી બપોરે ૧૨ સુધીના સમયમાં હવે પછી સુધારો જાહેર કરીને સવારને ૭ થી સાંજે ૫ સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનંગી આપવામાં આવે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35xd8Ei
ConversionConversion EmoticonEmoticon