(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 મે 2020, મંગળવાર
લોકડાઉનમાં ધીરે ધીરે ઢીલ આવી રહી છે. ત્યારે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે ફરી કામ કઇ રીતે શરૂ કરવું તેની ગાઇડલાઇન તૈયાર કરી રહ્યા છે. ભારતીય એસોસિએશન્સે પણ શૂટિંગને લગતી પોતાની યોજનાઓ બનાવી શરૂ કરી દીધી છે. પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટએસોસિએશન-સિનટા (સીઆઇએનટીએએ) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પોલઇઝ(એફડબ્લ્યૂઆઇસીઇ) સાથે મળીને એક વર્ચ્યુઅલ મીટિંગમાં ફિલ્મોની શૂટિંગ ફરી શરૂ કરવા માટે સુરક્ષાના નિયમોનું પાલન થાય તેવી તકેદારી રાખીને એક યોજના તૈયાર કરી છે.
શૂટિંગ શરૂ થયાના પહેલા ત્રણ મહિનામાં ૬૦ થી વધુ વયના લોકોને શૂટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક કલાકારે પોતાના ઘરે થી જ મેકઅપ અને સ્ટાઇલિંગનું કામ કરીને સેટ પર આવવાનું. સેટ પર કલાકારની સાથે ફક્ત એક જ સ્ટાફ આવી શકશે. દરેક ફિલ્મના નિર્માતાઓ પોતાના સેટ પર કામ કરનારી દરેક વ્યક્તિને ૧૨ કલાકની શિફ્ટ દરમિયાન ચાર માસ્ક ઉપલબ્ધ કરાવવા પડશે.
સિનટાના પ્રમુખ અમિત બહલે મીટિંગની જાણકારી આપતા જણાવ્યું હતું કે,એફડબ્લ્યૂઆઇસીઇ સાથે અમારી મીટિંગ પછી અમે સઘળા એસોશિયેન્સ સાથે મળીને ફેંસલો લીધો છે. શૂટિંગ શરૂ કરવા માટે સ્વાસ્થયને લગતા તમામ નિયમો અને સૂચનાનુ પાલન કરવામાં આવશે. અમે બધા એકમત થઇ જઇએ પછી અમારી નિયમો અને સૂચનાને અમે સૂચના એવં પ્રસારણ મંત્રાલય અને મજદૂર મંત્રાલયમાં મોકલશું. આ પછી અમે આ મુદ્દે ફરી અંતિમ નિર્ણય લેશું.
ટીવી એન્ડ ફિલ્મ પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સિદ્ધાર્થ રોયે એક ઘોષણા પત્ર જારી કરીને જણાવ્યું છે. તેણે દરેક નિર્માતા અને દિગ્દર્શકોને સેટ પર ચોક્કસ નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સેટ પર પહોંચનાર દરેક કલાકાર અને ક્રુ મેમ્બરને પોતાના સ્વાસ્થયનું તબીબી પરિક્ષણ કરાવાનું રહેશે. આ દરમિયાન તેમના શરીરનું ટેમ્પરેચર પણ માપવામાં આવશે. આ પ્રક્રિયા રોજ જ કરવામાં આવશે. સેટ પર ડોકટર અને નર્સને હાજર રાખવામાં આવશે. આ નિયમો શૂટિગની શરૂઆતના ત્રણ મહિના સુધી અમલમાં રખાશે. અમે શૂટિંગ માટે કોઇ પણ કર્મચારીના સ્વાસ્થય સાથે રમત રમી શકીએ નહીં. સેટ પર કામ કરનારા લોકોના જીવન વીમા વિશે પણ ચર્ચા થઇ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SBjIUU
ConversionConversion EmoticonEmoticon