(પ્રતિનિધિ દ્વારા) મુબઇ, તા. 5 મે 2020, મંગળવાર
હાલમાં જ ઇરફાન ખાનનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. અભિનેતા નિધન બાદ પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયો તેની ચર્ચા થઇ રહી છે.
મળેલા રિપોર્ટસને સાચો માનીએ તો ઇરફાન અંદાજે રૂપિયા ૩૨૦ કરોડની સંપત્તિનો માલિક હતો. કહેવાય છે કે, એક ફિલ્મ માટે તે રૂપિયા ૧૫ કરોડ ચાર્જ કરતો હતો. આ ઉપરાંત તે વિજ્ઞાાપનો દ્વારા પણ કમાણી કરતો હતો.કહેવાય છે કે, ઇરફાન એક વિજ્ઞાાપનના લગભગ રૂપિયા પાંચ કરોડ લેતો હતો. ઇરફાન ખાનનું મુંબઇમાં એક ઘર પણ છે ઉપરાંત જુહુમાં પણ તેનો એક ફ્લેટ છે. કહેવાય છે કે ફિલ્મોમાં મહેનતાણાની સાથેસાથે તે નફામાં પણ હિસ્સો રાખતો હતો. ઇરફાને બોલીવૂડ તેમજ હોલીવૂડમાં અભિનય ક્ષમતા દ્વારા સફળતા અને લોકપ્રિયતા મેળવી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zfRNTy
ConversionConversion EmoticonEmoticon