નડિયાદમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિએ 15 દિવસ બાદ વાઇરસને મહાત આપતા રજા


નડિયાદ, તા.5 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના કોરોના પોઝીટીવ દર્દીને આજે પંદર દિવસ બાદ રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. નડિયાદમાં રહેતા નરેશભાઇ પ્રજાપતિનો ગત્ ૨૦ તારીખે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂના ડૂમરાલ રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં રહેતા નરેશભાઇ પ્રજાપતિનો ગત તા.૨૦ એપ્રિલના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેથી તેમને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નરેશભાઇએ આરોગ્ય તંત્રની પૂછપરછમાં જણાવ્યુ હતુ કે તેઓ તેમના માતાની દવા લેવા માટે શહેરના એક મેડીકલ સ્ટોરમાં ગયા હતા.આ ઉપરાંત તેમનુ કામ તા.૨૧ માર્ચથી બંધ હોવાનુ જણાવ્યુ હતુ.જો કે નરેશભાઇનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બીજા દિવસે તેમના માતા લાભુબેન અને ગત રોજ તેમની દિકરી સેજલબેન પ્રજાપતિનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી અત્યારે તો આ બંને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે છે. 

છેલ્લાં પંદર દિવસથી સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ નરેશભાઇ પ્રજાપતિએ આજે કોરોના સામેની જંગમાં કોરોનાને મ્હાત આપી છે. આજે તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ સમયે હોસ્પિટલના સ્ટાફે નરેશભાઇને ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૧૨ પર પહોચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટી દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2A37YUS
Previous
Next Post »