નડિયાદ, તા.9 મે 2020, શનિવાર
ઠાસરા,કઠલાલ અને બાલાસિનોર તાલુકાના ૫૮૨ માનસિક બિમાર દર્દીઓને ઘરે જઇ દવા વિતરણ કરવાનો નવતર પ્રયોગ કપડવંજની સંસ્થા દ્વારા હાથ ધરાયો છે. જેને કારણે માનસિક દર્દીઓને રાહત મળી હતી.
લોકડાઉનના સમયે ઘેર ઘેર જઇ દવા પહોચાડવાનો નવતર પ્રયોગ જિલ્લા વહીવટી તંત્રએ હાથ ધર્યો હતો. એ જ રીતે વી. એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ તથા અંઘજન મંડળ વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ખેડા જિલ્લાના ઠાસરા, કઠલાલ અને બાલાસિનોર તાલુકાના આશરે ૫૮૨ માનસિક બિમાર દર્દીઓને દવા પહોચાડવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી મેન્ટલ હેલ્થ પ્રોજેકટ અંતર્ગત દર મહિને માનસિક રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે નિદાન અને સારવાર કેમ્પ કરે છે.જેમાં કઠલાલ, બાલાસિનોર, ઠાસરા, ડાકોર અને લસુન્દ્રા સી.એચ.સીમાં કરવામાં આવે છે.
હાલમાં કોરોના વાયરસના સમયમાં લોકડાઉન ચાલતુ હોય માનસિક રોગના કેમ્પ કરવા શક્ય ન હતુ.તેની દવા લેવા માનસિક રોગના દર્દીઓને દવાઓ સમયસર પ્રાપ્ત રહે તે માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ના ડૉ.અંકિત પંચાલના માર્ગદર્શન હેઠળ પ્રો.કોર્ડિનેટર મીહિર જાની, પ્રો.સુપરવાઇઝર સંજયભાઇ સોલકીએ આ દવાને પેકીંગ કરવામાં આવી હતી.આ દવાઓના પેકીંગ કરીને મેન્ટલ હેલ્થ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઇને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ.માનસિક રોગના દર્દીઓને દવા મળતા રાહત અનુભવી હતી.જિલ્લાના કઠલાલ તાલુકામાં-૧૯૬, બાલાસિનોર તાલુકામાં-૨૦૬ અને ઠાસરા તાલુકામાં ૧૯૦ એમ મળી કુલ ૫૮૨ માનસિક બિમાર દર્દીઓને દવા પહોચાડાઇ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cjZcA5
ConversionConversion EmoticonEmoticon